રાજકોટ શહેરના સામાજીક અગ્રણી પરેશ વોરાની મુખ્યમંત્રીને રાજ્યનાં હિતમાં નિર્ણય લેવા રજુઆત

0
16
Share
Share

નવરાત્રીમાં દાંડીયા રાસની મંજુરી ન આપવા માંગ

રાજકોટ, તા.૧૨

રાજકોટ શહેરના સામાજીક અગ્રણી પરેશ વોરાએ રાજ્યના અશંવેદનશીલ મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવેલ છે કે, સમગ્ર વિશ્વ હાલ કોરોનાની વૈશ્વીક મહામારીનો સામનો કરી રહી છે ત્યારે ચારે તરફ ડર અને ભયનો માહોલ સર્જાયો છે. સમગ્ર વિશ્વમાં ભારત હાલ બીજા સ્થાને છે ત્યારે ગુજરાતની પરિસ્થિતિ હાલ નાજુક છે. રાજ્યની ભાજપની સરકાર કોરોનાને નાથવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં અમદાવાદ પછી રાજકોટ હાલ અત્યંત ભયજનક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આપ રાજકોટનું પ્રતિનિધિત્વ કરો છો, રાજકોટે આપને ઘણું બધું આપ્યું છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં ખેલૈયાઓને ગરબે રમવાની મંજુરી આપવા માટે સરકાર ગંભીરતા પુર્વક વિચારણા કરી રહી છે એવું નિવેદન આપવામાં આવ્યું છે. આ મંજુરી આપવા માટેનું કારણ શું ? માત્રને માત્ર આપનો રાજકીય મલીન ઈરાદો સાબીત થતો હોય એવું પહેલી નજરે દેખાઈ આવે છે. રાજ્યના તમામ બુદ્ધિજીવીએ આ બાબતમાં બહુ ચીંતત અને નારાજ છે. આ બાબતને ખરેખર જો મતદાન ઉપર લઈ જવામાં આવે તો આપ અને આપને સરકારને વાસ્તવિકતાનો ખ્યાલ આવે. કેટલા લોકો ગરબાની મંજુરી ઈચ્છે છે તે સ્પષ્ટ થઈ આવે. ભાઈ કોર્પોરેશનની ચુંટણીઓ દર પાંચ વર્ષે પાછી આવશે. લોકશાહીમાં સત્તા તો આવતી જતી રહેતી હોય છે. માત્રને માત્ર ચુંટણી જીતવા, કાર્યકરોને રાજી રાખવા, કાર્યકરોની રોજીરોટી આપવાનો આપનો મલીન ઈરાદો આમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

આગામી કોર્પોરેશનની ચુંટણીઓમાં નવા સમીકરણો રચાવાના છે ત્યારે રાજ્યની તમામ પ્રજા આપની કામકરતી સરકારનો હિસાબ માંગવાની છે. આપ અને આપની ચોક્કસ ટોળકીના આ ચુંટણીમાં હિસાબ થવાના છે. લોકોની જાનહાલની સલામતી ન હોય ત્યારે આવા નવરાત્રીના ત્રાગા રચશો તો પ્રજા આપને કોઈ દિવસ માફ નહીં કરે.

વિજયભાઈ, ચેતી જાઓ, બધુ જ આપની સલાહકાર ટીમના નિર્ણયને બદલે કોઈક નિર્ણય આપે સ્વતંત્ર પણ લેવો જોઈએ. આ મુદ્દે ખરેખર પ્રજા વચ્ચે જઈ જનમત ઉભો કરવાની જરૂર છે. પ્રજા શું ઈચ્છે છે તેના લેખા જોખા કરશું તો સાચો ખ્યાલ આવશે. બાકી તો સત્તાના મદમાં બેફામ બનેલા, બની બેઠેલા નેતાઓને આ ચુંટણીમાં પ્રજા કચકચાવીને જવાબ આપવાની જ છે. લોકશાહીમાં સરકાર લોકોની સુખાકારી માટે હોય છે નહી કે લોકોના જનઆરોગ્ય સામે ચેડા કરવા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here