રાજકોટ, તા.૩૦
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક યાદીમાં જણાવ્યું છે કે દર માસના અંતિમ રવિવારે નરેન્દ્રભાઈ મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરે છે. આ કાર્યક્રમમાં લોકો પોતાના વિચારો રજુ કરે છે. દેશભરમાંથી બાળકો તથા અન્ય નાગરીકો પોતાના વિચાર વડાપ્રધાનને મોકેલે છે. પસંદ કરેલા વિચારોને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મન કી બાત દ્વારા લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરે છે. મન કી બાત નું આકાશવાણી અને દુરદર્શનના તમામ નેટવકરે પર પ્રસારીત કરવામાં આવે છે. વડાપ્રધાન કાર્યાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા દુરદર્શન સમાચારની યૂ-ટયુબ ચેનલો પર પણ ઉપલબ્ધ હોય છે. જે અંતર્ગત શહેરના તમામ વોર્ડના શકિતકેન્દ્રો પર આવતીકાલે તા.૩૧/૧ ના માસના અંતિમ રવિવારે સવારે ૧૧ઃ૦૦ કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ મન કી બાત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં શહેરના તમામ શકિતકેન્દ્રો પર શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.