રાજકોટ વોર્ડ નં. ૫ના ભાજપના કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા, હજુ ૫ જોડાશેઃ હાર્દિક

0
12
Share
Share

રાજકોટ,તા.૦૩

ભાજપના પ્રદેશ પ્રમુખ બાદ હવે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે રાજકોટ આવી પહોંચ્યા છે. ત્યારે હાર્દિક પટેલે તોડ-જોડની નીતિ શરૂ કરી દીધી છે. હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ભાજપના મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા છે. જેથી ભાજપમાં ભૂકંપ આવ્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આગામી ૧૫ દિવસમાં વધુ ૫ કોર્પોરેટર ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાશે. જો કે આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ સહિત કોંગી કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતનાં નિયમોનો ઊલાળ્યો કરતા જોવા મળ્યા હતા.

આજે હાર્દિક પટેલની અધ્યક્ષતામાં વૉર્ડ નંબર ૫નાં મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા, સૌરાષ્ટ્ર એપીએમસીના વેપારી મંડળના પ્રમુખ અતુલ કમાણી, એનજીઓના ચાંદનીબેન, ભાજપના પિયુષભાઈ, જીતેન્દ્ર રૈયાણી અને એબીવીપીના ૯ હોદ્દેદારો સહિત ૩૦ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂની વાતચીત પાર્ટી સાથે ચાલે છે. આવતા દિવસોમાં એ જરૂર કોંગ્રેસમાં જોડાશે. ભાજપના કોર્પોરેટરે રાજીનામા આપતા રાજકોટ ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ નિવેદન આપતા કહ્યું કે ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાશે તે અપેક્ષિત હતું.

કોર્પોરેટર તેમજ તેમના પતિ ૨ વર્ષથી પાર્ટી વિરોધી ગતિવિધિ કરતા હતા. ભૂતકાળમાં તેમને રાજીનામું આપવાનું નાટક કર્યુ હતું. ગત અઠવાડિયે પણ તેમને હવે ટિકિટ નહીં મળે તેવું કહેવામાં આવ્યું હતું. જેથી તેઓ ટિકિટની લાલચે કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતા હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું, કે કોરોના મુદ્દે સરકાર કેમ કોઈ પગલાં લેતી નથી તે સમજાતું નથી. કેમ ખાનગી હોસ્પિટલોને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવતી નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here