રાજકોટ : વિદેશી દારૂની ૧૮૦ બોટલ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા

0
9
Share
Share

રાજકોટ, તા.૨૨

શહેરમાં દારૂનુ દુષણ નાબુદ કરવાના પોલીસના અભિયાન દરમિયાન ભકિતનગર પોલીસે જંગલેશ્વરમાંથી ૧૮૦ બોટલ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લઈ આકરી પુછપરછ કરતા હરિયાણાથી દારૂનો જથ્થો વેચવા માટે લાવ્યાનુ રટણ કરતા પોલીસે બંનેની કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરવાની કાર્યવાહી કરી તેની પાસેથી દારૂ કાર મોબાઈલ મળી કુલ ૪ લાખની મતા કબજે કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જંગલેશ્વરમાં રહેતો મકબુલ ઉર્ફે મકો ફરીદ ડોડેરા નામનો શખ્સ તેના ઘેર વિદેશી દારૂનો જથ્થો ઉતરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભકિતનગર પોલીસ મથકના પી.આઈ. ગઢવીની સુચનાથી પીએસઆઈ જેબલિયા, ફિરોજભાઈ, વિક્રમભાઈ, રણજીતસિંહ વાલજીભાઈ સહિતના સ્ટાફે દરોડો પાડી શંકાસ્પદ કાર નંબર જીજે૧૭એન ૦૮૩૮ ની તલાશી લેતા તેમાંથી ૧૮૦ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે મકબુલ ઉર્ફે મકો અને કામિલ આબિદ આંબલિયાની અટકાયત કરી તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો કાર મોબાઈલ મળી કુલ ૪ લાખની મતા કબજે કરી વિશેષ પુછપરછ હાથ ધરી હતી. પોલીસની આકરી પુછપરછમાં આ દારૂનો જથ્થો હરિયાણા વેચવા માટે લાવ્યાનુ રટણ કરતા પોલીસે કોરોના ટેસ્ટ બાદ બંનેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here