રાજકોટ : વિદેશી દારૂનાં ત્રણ દરોડામાં ૪૪૮ બોટલ સાથે પાંચ શખ્સો ઝડપાયા

0
8
Share
Share

રાજકોટ, તા.૩૦

મોરબી રોડ પર આવેલા નવા માર્કેટીંગ યાર્ડ નજીક, રૈયાધાર પાછળ આવેલી ડ્રીમ સીટી અને માલધારી સોસાયટીમાં પોલીસે વિદેશી દારૂના દરોડા પાડી ૪૪૮ બોટલ વિદેશી દારૂ, બોલેરો અને સ્કોર્પિયો મળી કુલ રૂા.૧૩.૮૮ લાખના મુદામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી લીધા છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી રોડ પર આવેલા નવા માર્કેટીંગ યાર્ડ સામે જી.જે.૧૩.એ.ટી. ૭૨૯૮ નંબરના બોલેરો પીકઅપ વાહનમાં વિદેશી દારૂ હોવાની બાતમી પરથી ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડતા બોલેરોના ચોરખાનામાંથી વિદેશી દારૂની ૩૦૦ બોટલ મળી આવી હતી. પી.એસ.આઈ. એમ.એસ.અંસારી, હેડ કોન્સ્ટેબલ ઝહીરભાઈ ખફીક વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ ફીરોઝભાઈ રાઠોડ અને જીતેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે શરાબ અને બોલેરો મળી કુલ રૂા.૩.૦૫ લાખના મુદામાલ સાથે મેંદરડાના વિજય વલ્લભ કડથીયાને ઝડપી લીધો છે.

જ્યારે બીજા દરોડામાં રૈયાધાર ડ્રીમ સીટી પાછળ રૈયા રોડ પરથી બાતમીના આધારે જી.જે.૦૩.એલ.જી. ૫૧૦૫ નંબરની સ્કોર્પિયોને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૨૪ બોટલ મળી આવતા વિદેશી દારૂ અને સ્કોર્પિયો મળી કુલ રૂા.૧૦.૨૫ લાખના મુદામાલ સાથે રૈયાધાર ડ્રીમ સીટી પાછળ રૈયા રોડ પર રહેતો સંજય ભીખુભાઈ શિયાળ, સાધુ વાસવાણી રોડ, ધર્મપાર્ક સોસાયટી શેરી નં.૨ માં રહેતા રાજ પરબતભાઈ કેશવાલા અને જામનગરના સાંઈબાબા મંદિરની બાજુમાં મફતીયાપરામાં રહેતો ભરત બટુકભાઈ ચંદ્રેસા નામના શખ્સોને ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ. એચ.બી.ધાંધલ્યા, હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ઘોઘારી, રાજેશભાઈ, રઘુવીરસિંહ, સિઘ્ધરાજસિંહ જાડેજા અને પ્રદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે. ત્રીજો વિદેશી દારૂનો દરોડો માલધારી મફતીયાપરામાં રહેતો રાહુલ પેથાભાઈ વરૂ નામના શખ્સના મકાનમાં દરોડો પાડી રૂા.૪૮,૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૨૦ બોટલ સાથે બી.ડીવીઝન પીએસઆઈ એમ.એફ.ડામોર સહિતના સ્ટાફે ઝડપી લીધો છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here