રાજકોટ : વર્ચ્યુઅલ જનસંવાદ કાર્યક્રમને આજે સંબોધશે ભાજપનાં ધારાસભ્ય રૈયાણી

0
16
Share
Share

રાજકોટ, તા.૨૫

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી તેમજ કાર્યક્રમના ઈન્ચાજર્ દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, કાર્યક્રમના સહઈન્ચાજર્ વિરેન્દ્રસિંહ ઝાલા, વિધાનસભા-૭૧ ના ઈન્ચાજર્ રાજુભાઈ બોરીચાની એક યાદીમાં જણાવ્યું છે કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળનુ પ્રથમ વર્ષ તા.૩૦ મે, ૨૦૨૦ ના રોજ પૂર્ણ થયેલ છે ત્યારે મોદીએ લીધેલા ઐતિહાસિક નિર્ણયો તેમજ સૌનો સાથ-સૌનો વિકાસના મંત્ર અને દેશની એકતા, અખંડીતતા તેમજ સુરક્ષાને સુનિશ્ચિત કરી છે ત્યારે પ્રદેશ ભાજપની સુચના અનુસાર શહેર ભાજપ દ્વારા વિવિધ વર્ચ્યુઅલ-ડિજિટલ કાર્યક્રમો યોજાઈ રહયા છે તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ આવતીકાલે તા.૨૬ જૂનના સાંજે ૫.૦૦ કલાકે રાજકોટ પૂર્વ (વિધાનસભા-૬૮)ના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી દ્વારા જનસંવાદ વર્ચ્યુઅલ રેલી યોજાશે આ વર્ચ્યુઅલ રેલીમાં શહેરના તમામ વોર્ડમાંથી કુલ મળી ૫૦૦ થી વધુ કાર્યકર્તાઓ વીડીયો કોન્ફરન્સના માઘ્યમથી જોડાશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here