રાજકોટ : વરસાદમાં છાપરૂ પડતા ઈજાગ્રસ્ત દિવ્યાંગ તરૂણનું સારવારમાં મોત

0
20
Share
Share

રાજકોટ, તા.૪

ગોંડલ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે દસેક દિવસ પહેલા ભારે વરસાદ વરસતા તેના કારણે છાપરૂ તુટી પડતા અંદર સુતેલો ૧૫ વર્ષનો જન્મથી જ દિવ્યાંગ અને મુક એવો ગોવિંદ ભટુભાઈ વાઘેલા બહાર ન નીકળી શકતા ઈજા થઈ હતી ત્યારથી બિમાર હોઈ ગઈકાલે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનુ મોત નિપજ્યું હતુ.

જે તે વખતે વરસાદમાં છારૂપ પડતા તેની માતાએ તેને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે નીકળી ન શકતા થોડી ઈજા થઈ હતી. તે જન્મથી જ દિવ્યાંગ હતો અને બિમાર હતો. તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ ટી.આર.બુહા અને રિતેશભાઈ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here