રાજકોટ : લશ્કરમાં ભરતીનું સ્વપ્ન પુરૂ નહીં થતા યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

0
20
Share
Share

રાજકોટ, તા.૧૦

શહેરના મોરબી રોડ પર ભગવતી હોલ સામે રામપરા શેરી નં.૧ માં રહેતા પટેલ યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બી-ડીવીઝન પોલીસ મથકને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ વાસુ દિલીપભાઈ પટેલ પોતાના ઘરે એકલો હતો ત્યારે એકલતાનો લાભ ઉઠાવી તેણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

વાસુએ પરિવારજનોએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વાસુની આર્મીમાં જવાની તીવ્ર ઈચ્છા હતી પરંતુ તેનુ સ્વપ્ન પુરું ન થતા તેણે જિંદગીને અલવિદા કહી દીધું હતુ.

વાસુએ અગાઉ લશ્કરમાં ભરતી થવા માટે તૈયારી પણ કરી હતી. ૧૮ વર્ષના પુત્રના આપઘાતથી પટેલ પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાવા પામી છે. પટેલ યુવાનને હોસ્પિટલ ખસેડાય તે પૂર્વે જ તેનુ ઘરે જ મૃત્યુ નિપજ્યું હતુ. પટેલ યુવાનના આપઘાત અંગે બી.ડીવીઝનના એએસઆઈ એસ.ટી.પાદરિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here