રાજકોટ : લગ્ન વિધિ કરતી વખતે થેલી સોફા પરથી ઉઠાવી બે ગઠીયા ફરાર

0
20
Share
Share

અમરેલીનાં નિવૃત બેંક કર્મી.ના પુત્રની જાન રાજકોટમાં આવી ત્યારે બનેલી ઘટના…

રાજકોટ તા. ર૬

કોરોનાની મહામારી વચ્ચે હાલ દીવાળીના તહેવારો પુરા થયા બાદ ફરી કોરોનાએ ફુંફાડો માર્યો છે. અને દિવસે-દિવસે કોરોનાના કેસો વધી રહયા હોવાથી સરકાર દ્વારા લગ્ન સમારંભમાં માત્ર ૧૦૦ લોકોને આવવા જ પરવાનગી આપી છે. તેમજહાલ અનેક લગ્નમાં બુક કરાવેલા હોલ કેન્સલ કરાયા છે. તેમજ પરિવાર પણ આર્થિકભીંસમાં મુકાયા છે. ત્યારે રાજકોટમાં ગઇકાલે અમરેલીથી જાન આવી હતી. અને અયોધ્યા ચોકમાં અક્ષર પાટર્ી પ્લોટમાં યોજવામાં આવેલા લગ્નમાં પુત્રવધુના દાગીના રાખેલી રૂ.રલાખના દાગીનાની થેલી બે ગઠીયાઓ ઉઠાવી જતાં પરીવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવતાં પોલીસે સીસીટીવી ફુટેઝનાં આધારે તપાસ આદરી છે. અમરેલીમાં ચકરગઢ રોડ અમૃતનગર શેરી ૧માં ગાયત્રી કૃપા નામના મકાનમાં રહેતા નિવૃત બેંક કર્મચારી રાજેશભાઇ રમણીકભાઇ પંડયા (ઉ.વ. ૬પ) નામના વૃધ્ધે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમના પુત્ર વિશાલનાં લગ્ન રાજકોટનાં હનુમાન મઢી ચોક વિસ્તારમાં રહેતા બિપીનભાઇ પ્રવીણભાઇ વ્યાસની પુત્રી રીધ્ધી સાથે ગઇકાલે તા. રપ/૧૧નાં રોજ નિર્ધારેલ હતા. અક્ષર પાટર્ી પ્લોટમાં ગઇકાલે બપોરનાં સમયે લગ્નવિધી ચાલતી હતી ત્યારે પુત્રવધુ રિધ્ધીનાં રૂ.ર લાખના દાગીના જતાં ચાંદીના સાંકળા તેમજ છ તોલાના દાગીના સોફા પાસે રાખ્યા હતા. જે વિધી સમયે જોતાં મળી નહી આવતા પાટર્ી પ્લોટના સીસીટીવી તેમજ ત્યાં નજીકનાં બીઆરટીએસનાં સીસીટીવી ફુટેઝ જોતા જ બે અજાણ્યા ગઠીયા જેની ઉંમર આશરે રર વાળાઓ લઇ જતા નજરે પડે છે.

આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધવતા પીએસઆઇ એમ.બી.ગઢવી સહીતનાં સ્ટાફે ફુટેઝને આધારે ઓળખ મેળવવા તજવીજ આદરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here