રાજકોટ રેલ્વે દ્વારા સ્વચ્છતા પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ

0
20
Share
Share

રાજકોટ તા. ૧૬

પશ્ચિમ રેલવેના રાજકોટ વિભાગમાં આજે તા. ૧૬ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. રાજકોટ વિભાગના સિનિયર ડિવિઝનલ મેનેજર અભિનવ જેફના જણાવ્યા મુજબ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન રેલવે સ્ટેશનો, ટ્રેનો, કચેરીઓ, કોલોની અને હોસ્પિટલો વગેરેમા, વિશેષ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત પાણીના બૂથ અને પીવાના પાણીની ગુણવત્તા, ગટરની સફાઇ, ડસ્ટબિનની પૂરતી વ્યવસ્થા, કચરો નિકાલ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવા વગેરે બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. સ્વચ્છતા પખવાડિયાના દરેક દિવસ માટે એક વિશેમ ખ્યાલ મૂકવામાં આવ્યો છે જેની વિગતો આ મુજબ છે.

સ્વચ્છતા પખવાડિયામાં આજે પ્રથમ દિવસે સ્વચ્છ જાગૃનિ કલીન સ્ટેશન, ૧૭ અને ૧૮ સપ્ટેમ્બર કલીન ટ્રેન દિવસ, ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર કલીન ટ્રેક દિવસ, ર૧ અને ૨૨ સપ્ટેમ્બર કિલન કેમ્પસ ડે, કિલન ડેપો/યાર્ડ/શેડ/રેલવે ઇન્સ્ટિટયુટ/સ્કૂલ ડે, ૨૩ સપ્ટેમ્બરના રોજ કિલન રેલવે કોલોની/હેલ્થ યુનિટ/હોસ્પિટલ, ૨૪ના કિલન કોસ્મેટિકસ ડે, ૨૫, ૨૬ અને ૨૭ સપ્ટેમ્બર સ્વચ્છ નીર દિવસ દરમિયાન ૨૭ સપ્ટેમ્બરના રોજ સ્વચ્છ કેન્ટિન દિવસ, ૨૮ના રોજ નો પ્લાસ્ટિક ડે, ૨૯ના રોજ સ્વચ્છતા સ્પર્ધા, ૩૦ના રોજ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન થયેલી કામગીરીની સમીક્ષા થશે તેમજ ૨ ઓકટોબર ૨૦૨૦ના રોજ ગાંધી જયંતી નિમિતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. માસ્ક, સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવશે અને સ્વચ્છતા અંગેના વેબિનારનું આયોજન કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here