રાજકોટ રેલ્વે દ્વારા યોગ દિનની ઉત્સાહભેર કરાઈ ઉજવણી

0
17
Share
Share

રાજકોટ, તા.૨૨

રાજકોટ રેલવે ડીવીઝનમાં ગઈકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ સાથે તેમજ યુ-ટયુબ લિંક દ્વારા અને કર્મચારીઓએ ઘેર યોગાસનો કરીને ઉજવણી કરી હતી. જેમાં પતંજલિ યોગ સમિતિના યોગ પ્રશિક્ષક કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ યોગ પ્રદર્શનનુ યુટયુબ પર વિડિયો દ્વારા સવારે ૭.૦૦ થી રાત્રે ૮.૦૦ સુધી પ્રસારણ કરવામાં આવ્યું હતુ.

ડીવીઝન હેડ કવાર્ટર ખાતે રાજકોટ વિભાગીય રેલવે મેનેજર પરમેશ્વર ફુંકવાલ, મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ કવિતા ફુંકવાલ, અધિક વિભાગીય રેલવે મેનેજર ગોવિંદપ્રસાદ સૈની, વરિષ્ઠ વિભાગીય વાણિજ્યિક મેનેજર રવિન્દ્ર શ્રીવાસ્તવ, વિભાગીય કાર્મિક અધિકારી કમલેશકુમાર ભટ્ટ તેમજ અન્ય અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા જ્યારે અનેક કર્મચારીઓ અને તેમના પરીવારજનોએ તેના ઘરે યોગ કર્યા હતા. આ ઉપરાંત વાંકાનેર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિભાગના અન્ય સ્ટેશનો પર યોગાસન યોજાયા હતા.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here