રાજકોટ રેલ્વે ડીવીઝનનાં ઉપ.મુખ્ય ટીકીટ નિરીક્ષક જીતુભાઈ વ્યાસ સેવા નિવૃત

0
11
Share
Share

રાજકોટ, તા.૩૦

આજરોજ તા.૩૦/૬ ના રોજ જીતુભાઈ નરોત્તમભાઈ વ્યાસ ઉપ.પ્રમુખ ટીકીટ નિરીક્ષક વે.રેલ્વે રાજકોટ ડીવીઝન પોતાની વય મર્યાદાને કારણે રેલ સેવામાંથી નિવૃત થયા છે.

જીતુભાઈ વ્યાસ છેલ્લા ૩૪ વર્ષથી રેલ્વેમાં સેવા બજાવી રહ્યા હતા. તેઓ વર્ષ ૧૯૮૬ થી વર્ષ ૧૯૮૮ દરમ્યાન તેઓ કારકુનનાં પદ ઉપર મુખ્ય વાણીજ્ય પ્રબંધકની કચેરી મુંબઈ ચર્ચગેટ ખાતે પ્રથમ નિમણુંક થઈ હતી ત્યારબાદ વર્ષ ૧૯૮૯ થી મુંબઈ વડી કચેરીથી બદલી મેળવી પ.રેલ્વેના રાજકોટ મંડળ ખાતે રેલ્વેના જુદાજુદા વિભાગોમાં જેવા કે, લોકો વિભાગ, ઓપરેટીંગ વિભાગ, કંટ્રોલ ઓફિસ ત્થા વાણીજ્ય વિભાગમાં યશસ્વી કામગીરી નિભાવી હતી.

ત્યારબાદ જીતુભાઈ વ્યાસ વર્ષ ૨૦૦૪ થી રાજકોટ ડીવીઝનમાં ટિકીટ ચેકિંગ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હતા. પોતાની સમગ્ર રેલ સેવાની કારકિદર્ી દરમ્યાન રાજકોટ મંડળનાં મંડળ રેલ પ્રબંધક દ્વારા ૬ થી ૭ વાર રેલ્વેની ઉત્કૃષ્ટ સેવા માટે મેરીટ સટર્ીફીકેટ ત્થા કેશ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ હતા. આ ઉપરાંત કોવિડ-૧૯ ના ઉપદ્રવ દરમ્યાન ૫ મેથી ૨૯ મે દરમ્યાન રાજકોટ ડીવીઝન દ્વારા ચલાવવામાં આવેલ શ્રમીક સ્પેશીયલ ટ્રેનોમાં દિવસ-રાત જોયા વગર તેમણે સ્વૈચ્છીક સેવાઓ આપેલ હતી તે પણ એક એમની સરાહનીય કામગીરી હતી. જીતુભાઈ વ્યાસ ઉપ મુખ્ય ટિકીટ નિરીક્ષકના પદ ઉપરથી સેવા નિવૃત થયા છે ત્યારે રાજકોટ મંડળના સીની.ડીવી.કોમર્શીયલ મેનેજર રવિન્દ્ર શ્રીવાસ્તવ ત્થા સહાયક કોમર્શીયલ મેનેજર રાકેશકુમાર પુરોહિત ત્થા અસલમ શેખ દ્વારા શુભેચ્છા પાઠવીને આવનાર દિવસોમાં તેઓનુ સ્વાસ્થ્ય નિરોગી જળવાય રહે તેવી શુભેચ્છા વ્યકત કરી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here