રાજકોટ તા. ર૬
પશ્ચીમ રેલવે રાજકોટ ડિવીઝન ખાતે ફિટ ઈન્ડીયા સાઈકલોથોનનું આયોજન કરાયું હતું કે રાજકોટ મંડલ રેલ મેનેજર અને ડિવીઝન સ્પોટર્સ એસોસીએશનના અધ્યક્ષ પરમેશ્વર ફુંકવાલના નેતૃત્વમાં ડીજીએમ ઓફીસ રાજકોટ પરિસરથી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સ્થિત બાલભવન ગેટ સુધી આયોજન થયું હતું. જેમાં એડીઆરએમ ગોવિંદપ્રસાદ સૈની, સીનીયર ડીસીએમ અભિનવ જેફ સહીત રેલવેના ૮૦ જેટલા અધિકારી-કર્મીઓ જોડાયા હતા.