રાજકોટ રેલવે દ્વારા પ્રથમ વખત ૧૩૩૫ ટન ચણાનો જથ્થો કેરળ મોકલાયો

0
23
Share
Share

રાજકોટ, તા.૨૬

સૌરાષ્ટ્રમાં ચણાનું મબલખ ઉત્પાદન થયું છે ત્યારે આ ચણાને અન્ય રાજ્યમાં મોકલવા માટે પશ્ચિમ રેલવેએ બીડુ ઝડપ્યું છે. પશ્ચિમ રેલ્વેએ કેરળ ખાતે ચણા મોકલવા રેક ફાળવી હતી જેમાં ૧૩૩૫ ટન ચણા મોકલવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવે રાજકોટ બીઝનેશ ડેવલપમેન્ટ યુનિટે અનોખી ઉપલબ્ધિ હાંસલ કરી છે. જેમાં રાજકોટ ગુડસ ટ્રેન દ્વારા પ્રથમવાર ચણાનુ પરિવહન કરવામાં આવ્યું છે. ૧૩૩૫ ટન ચણા કેરળ મોકલવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવેને બહુ વિષયક વ્યવસાયિક વિકાસ એકમોનો ઝોનલ મુખ્યાલય અને ડીવીઝનોમાં રચના કરવામાં આવી છે. જે નવા વિચારો અને પહેલોને સામેલ કરીને માલ બજારમાં વ્યવસાયની સંભાવનાઓને વધુ સુદ્રઢ અને બહેતર બનાવવાનુ સરાહનીય કામગીરી કરી હતી. માલ પહોંચાડનાર મજુરો નવા ગ્રાહકોને આકર્ષિત કરતા રાજકોટ ડીવીઝને રાજકોટ ગુડસ ટ્રેનથી કેરલ સ્થિત તિરુન્નાવાયા મોકલવા માટે માલગાડીમાં ચણા ભરીને એક અનોખી ઉપબલ્ધિ હાંસલ કરી છે. રાજકોટ ગુડસ શેડ દ્વારા પ્રથમ વખત ચણાનું પરિવહન કરવામાં આવ્યું છે. રાજકોટ ડીવીઝનના સીનીયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યાનુસાર નવી નવી કોમોડિટીનું રેલ માર્ગે પરિવહન શરુ કરવા માટે રેલવે અધિકારીઓ તથા નીરીક્ષકો દ્વારા લગાતાર સર્વે કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં વ્યાપારીઓ સાથે સંપર્ક કરીને રેલ માર્ગ દ્વારા માલ સામાન મોકલવાના ફાયદાઓ સમજાવવાના કરવામાં આવતા પ્રયત્નોને સફળતા મળી છે. રાજકોટ ડીવીઝનની બીઝનેશ ડેવલપમેન્ટ યુનિટ ના સતત કરવામાં આવેલા પ્રયત્નોના ફળ સ્વરુપે રાજકોટ ગુડસ શેડ દ્વારા પહેલીવાર ચણાનુ પરિવહન કરવામાં આવ્યું છે. રાજકોટ ગુડસ રોડ દ્વારા ૨૪ ડીસે. માલગાડીના ૨૧ વેગનોમાં આશરે ૧૩૩૫ ટન ચણા કેરલ સ્થિત તુરૂન્નાવાયા માટે પરિચાલન કરવામાં આવ્યું જેથી ડીવીઝનને આશરે ૩૫ લાખ રૂપિયાનો ફાયદો થયો છે. આ રેક મહાવીર દાલ મિલ્સ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા નોંધાયો છે. પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલા વિવિધ પ્રોત્સાહનોના કારણે રાજકોટ ડીવીઝનમાં લદાયેલા આ સ્ટોક સંભવ બની શકયો છે આવનાર સમયમાં આ કાર્ય હજુ વધારે થશે તેવી સંભાવના છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here