રાજકોટ : રેમડેસીવીર ઇન્જેકશનના કાળા બજાર પ્રકરણમાં કંપની પાસેથી વિક્રેતાની માહિતિ મંગાવતી ક્રાઇમ બ્રાન્ચ

0
33
Share
Share

રાજકોટ તા. ર૮

રાજકોટમાં કોવિડના દદર્ીને રાહત મળે તે માટેના રેમડેસીવીર નામના ઈન્જેકશન રૂ.૧૦ હજારમાં લઈ કાળા બજાર થતી હોવાની ફરિયાદ ઉઠતા ક્રાઇમ બ્રાન્ચે ડમી ગ્રાહક મોકલી ગોંડલ રોડ પર શાંતિ કોવિડ હોસ્પિટલ નજીકથી નર્શીંગ મહિલા દેવ્યાની જીતેન્દ્ર ચાવડા (રહે. ગાંધીગ્રામ) તેમજ વિશાલ ભૂપત ગોહેલ (રહે. લક્ષ્મીનગર) ને કોવિડના રેમડેસીવીર બે ઈન્જેકશનના કાળા બજાર કરતા રંગે હાથ ઝડપી લીધા હતા. જેની પૂછપરછમાં અંકિત મનોજ રાઠોડ. (રહે. પંચવટી સોસાયટી), જગદીશ ઈન્દ્રવદન શેઠ (રહે. નવલનગર) નું નામ બહાર આવ્યું હતું ક્રાઈમ બ્રાંચે આ બન્ને શખ્સોને ઝડપી લઈ પૂછપરછ કરતા સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ થી નોકરી કરતા હિંમત કાળુ ચાવડા (રહે. લક્ષ્મીનગર) નું નામ ખૂલ્યું હતું. પોલીસે આ તમામની ધરપકડ કરી બે ઈન્જેકશન કબજે કરી કોવિડ ટેસ્ટ કરાવતા તેને નેગેટિવ આવતા વિધિવત ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણના મૂળ સુધી પહોંચવા પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે શાંતિ કોવિડ હોસ્પિટલમાં નર્શીંગ સ્ટાફમાં ફરજ બજાવતી દેવ્યાની અને તેનો મંગેતર વિશાલે આ ઇંજેક્શન જલારામ હોસ્પિટલ રાહત મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા અંકિત મનોજ રાઠોડ પાસેથી રૂ.૧૫ હજારમાં બે લીધા હતા. અંકિતની પૂછપરછમાં તેણે જણાવ્યું કે પોતાને આ ઇંજેક્શન જગદીશ શેઠ પાસેથી રૂ. ૧૪ હજારમાં ખરીદ્યા હતા ક્રાઈમ બ્રાંચે આ અંગે જગદીશ ની પૂછપરછ કરતા જગદીશને આ બંને ઇન્જેક્શન હાલ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતો હિંમત ચાવડા રૂ.૧૨ હજારમાં આપી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર રેકેટનો પદરફાશ કરી આ ઈન્જેકશન કયાંથી અને કોની પાસેથી તેમજ કેવી રીતે મેળવ્યા તે અંગેના નેટવર્ક ના મૂળ સુધી પહોંચવા તમામના કોરોના ટેસ્ટ કરાવી તે નેગેટિવ આવતાં હાલ તેમની વિધિવત ધરપકડ કરી બધાના રિમાન્ડ મેળવવા તપાસ હાથ ધરી છે. તપાસનીસ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કોરોનાના દદર્ીનું ઓકસિજન લેવલ ઓછુ થતુ જેની હાલત ગંભીર ન થાય તેમજ જે દદર્ી ક્રિટીકલ સ્થિતિ માં હોય તેને રેમડેસીવીર ઈન્જેકશન તબીબ દ્વારા આપવામાં આવતા હોય રેમડેસીવીર ઇંજેક્શન જેની મૂળ કિંમત રૂ.૪૮૦૦ છે. જેને આ ટોળકી કાળા બજારમાં ૧૦,૦૦૦માં વેંચતા હતા. ક્રાઈમ બ્રાંચે આ અંગેની તપાસ હાલ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ બેજના કર્મચારીનો હિંમત કાળુ ચાવડા ઉપર કેન્દ્રિત કરી છે હિંમત ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી લાવ્યો કે પછી તેને કોઈએ આ ઇન્જેક્શન આપ્યું તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે તેમ જ આ રેમડેસીવીર ઇન્જેક્શન સપ્લાય કરતી કંપની પાસેથી માહિતી માગી સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં આ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર કોણ છે ?. તેમજ આ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી રિટેલમાં કોણ કોણ આ ઇન્જેક્શન ખરીદી કરે છે ?તે મુદ્દા ઉપર તપાસ કેન્દ્રિત કરી આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસે તપાસ આગળ વધારી છે.

ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયા સાથે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી કે ગઢવી, એસ.ઓ.જી.ના પીઆઇ આર વાય રાવલ ,ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ વનરાજ સિંહ જાડેજા સહિતના સ્ટાફે આ અંગે કામગીરી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here