રાજકોટ : રીક્ષામાં બેસાડી યાત્રીકોનાં ખીસ્સા હળવા કરતી બેલડી ઝડપાઈ

0
32
Share
Share

રાજકોટ, તા.૨૪

શહેરમાં રીક્ષામાં મુસાફર તરીકે બેસાડી નજર ચુકવી ખિસ્સા ખંખેતરી બેલડીને શાસ્ત્રીમેદાન પાસેથી ઝડપી લઈ એ.ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ ઢેબર રોડ પર જુના બસ સ્ટેન્ડ પાસેથી રીક્ષામાં મુસાફરોને બેસાડી ખિસ્સા ખંખેરતી રીક્ષા ગેંગના ગોવિંદ ભાણા સોલંકી (ઉ.વ.૩૦),મુકેશ ઉર્ફે બાડો કાનાભાઈ સોલંકી (ઉ.વ.૩૦)ની  એ.ડીવીઝન પોલીસે ધરપકડ કરી રીક્ષા, રોકડ મળી રૂા.૯૫ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. બેલડી રીક્ષામાં એકલ દોકલ મુસાફરને બેસાડી નજર ચુકવી ચોરી કરતા હતા. આશરે પાંચથી સાત મુસાફરોને નિશાન બનાવ્યાનું પોલીસને જણાવ્યું હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here