રાજકોટ: રાજ્યસભાના સાંસદ અભય ભારદ્ધાજને વેન્ટિલેટર પર રખાયા

0
17
Share
Share

રાજકોટ,તા.૧૫

રાજ્યમાં હાલ સામાન્ય માણસોને તો કોરોના વાયરસ પોતાનો શિકાર બનાવી જ રહ્યો છે, પરંતુ હવે રાજકોટમાં ભાજપ નેતાઓ કોરોનાની ઝપેટમાં ઘૂસ્યા છે. કોરોનાને કારણે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હાલ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્ધાજને વેન્ટિલેટર પર રખાયા હોવાની માહિતી મળી રહી છે. રાજકોટ સિવિલમાં સાંસદની સારવાર ચાલી રહી છે. આ સિવાય ભાજપ નેતા કશ્યપ શુક્લ અને તેમના ભાઈને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. રાજકોટમાં આ સિવાય મેયર અને તેમના પતિ પણ સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે.

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજુક હોવાનુ જાણવા મળ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે. ગઇકાલે રાત્રિના ઓક્સિજન લેવલ ડાઉન થતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ૩૧ ઓગસ્ટના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સાથે તેમનો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે રાજકોટમાં ભાજપના અનેક નેતાઓ, ધારાસભ્યો અને મંત્રી સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને ફેફસામાં તકલીફ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાની માહિતી મળતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અભય ભારદ્વાજને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય ભાજપના નેતા કશ્યપ શુક્લ, તેમના ભાઈને કોરોના પોઝિટિવ આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here