રાજકોટ : રહેણાંકમાંથી એક લાખનાં દાગીનાની પરિચિત શખ્સ દ્વારા ચોરી, આરોપી સકંજામાં

0
27
Share
Share

રાજકોટ, તા.૨૪

શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કૈલાશધારા પાર્ક નજીક અમૃતા સોસાયટીમાં રહેતા ભાયાણા પરિવારના ઘરમાંથી રૂા.એક લાખના ઘરેણાની ચોરી થયાની ફરીયાદ નોંધાવતા પોલીસે શકદારને સકંજામાં લઈ આકરી પુછપરછ શરૂ કરી છે.

અમૃતા સોસાયટીમાં રહેતા જયોત્સનાબેન રાજેશકુમાર ભાયાણાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પોતાના ઘરમાંથી રૂા.એક લાખની કિંમતના દાગીના ચોરી થયાનુ જણાવ્યું છે. જયોત્સનાબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે બપોરે ૧૨ થી ૧૨.૩૦ ના અરસામાં તેમના ઘરમાં ચોરી થઈ હતી. જેમાં સોનાનો બ્રેસલેટ, ચેઈન, બુટી અને વીંટીઓ મળી કુલ ૫ તોલા સોનાના ઘરેણાની ચોરી થઈ હતી. જયોત્સનાબેને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે શાહીલ નામનો શખ્સ ઘરમાં પ્રવેશી કાચ વગરના કબાટમાંથી તેમની પુત્રીના સોનાના દાગીના તફડાવી ગયો હતો.

ચોરીમાં ભાયાણા પરિવારના પરિચિત સાહિલ તન્નાની સંડોવણી હોવાનો આક્ષેપ કરાતા પોલીસે શકદારને સકંજામાં સપડાવી આકરી પુછપરછ શરૂ કરી છે.

ચોરીના બનાવની તપાસ ચલાવી રહેલા પીએસઆઈ આર.એસ.પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, શકમંદ શખ્સને સકંજામાં સપડાવી મુદામાલ કબ્જે કરવા માટે તજવીજ હાથ ધરી છે. ધોળા દિવસે ચોરીનો બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર અમૃતા સોસાયટીમાં ભારે ચર્ચા જાગી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here