રાજકોટ : મોબાઈલની ચીલઝડપનો આરોપી મૃદામાલ સાથે ઝડપાયો, એક ફરાર

0
12
Share
Share

રાજકોટ, તા.૧૬

મોરબી રહેતા યુનુસભાઈ પોપટભાઈ મુલતાની ગત તા.૧૦ ના રોજ માધાપર ચોકડી તરફ ફોનમાં વાત કરતા કરતા જતા હતા ત્યારે રોંગ સાઈડમાં બાઈક લઈને આવેલા બે શખ્સો ચાલુ બાઈકે ફોન ઝૂંટવી નાશી ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાવતા બી.ડીવીઝન પી.આઈ. એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એફ.ડામોર અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સિરાજભાઈ ચાનીયા, પરેશભાઈ સોંઢીયા અને હેમેન્દ્રભાઈ વાધીયાને મળેલી બાતમી આધારે એએસઆઈ વિરમભાઈ ધગલ, સલીમભાઈ માડમ, અજયભાઈ બસીયા, મનોજભાઈ મકવાણા, મિતેશભાઈ આડેસરા, ચાંપરાજભાઈ ખવડ અને મનોજભાઈ ગઢવીને સાથે રાખીને આ ગુનાને અંજામ આપનાર નવાગામ રંગીલા સોસાયટીના રાહુલ ઉર્ફે ભુવો સંજયભાઈ સોલંકીને જયજવાન જયકિશાન સોસાયટી મેઈન રોડ ઉપરથી દબોચી લઈ ઝુંટવેલો મોબાઈલ કબ્જે કર્યો હતો અને ગુનામાં વપરાયેલ બાઈક પણ કબ્જે કર્યુ હતુ તેનો સાગ્રીત કિરણ પરમાર ફરાર હોય તેની શોધખોળ હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here