રાજકોટ: માતાની હત્યા નિપજાવનાર કપાતર પુત્રને આજીવન કેદ

0
17
Share
Share

રાજકોટ તા. ૧

મોજશોખ પુરા કરવા પૈસા નહીં આપનાર જનેતાના ગુપ્તભાગે લાકડાથી ઇજા કરનાર કપાતર પુત્રને અદાલતે દોષી ગણાવી આજીવન કેદની સજા ફટકારી છે.

આ કેસની વિગત મુજબ કુવાડવાના ફાળદંગ ગામે રહેતા ૭૦ વર્ષીય વૃઘ્ધા મણીબેન બચુભાઇ ગોહેલ પાસે ગત તા. ૧૬/૧૦/૧૭ના તેના પુત્ર બાબુ બચુ ગોહેલે મોજશોખ માટે પૈસાની માંગણી કરી હતી. દરમ્યાન વૃઘ્ધાએ કામ ધંધો નહીં કરનાર પુત્ર બાબુને પૈસા નહીં આપતા ઉશ્કેરાયેલા પુત્રએ વૃઘ્ધા માતાના ગુપ્તભાગે લાકડુ મારીને ગંભીર ઇજા પહોંચાડતા વૃઘ્ધાએ અન્ય પુત્રની પત્ની ભાનુબેન હમીરભાઇ સમક્ષ સમગ્ર ઘટનાનું મરણમુખ નિવેદન આપતા ભાનુબેને કુવાડવા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી બાબુને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો અને પોલીસે અદાલત સમક્ષ ચાજર્શીટ રજુ કરી હતી.

દરમ્યાન આ કેસ ચાલવા ઉપર આવતા અદાલતે બંને પક્ષની દલીલો સાંંભળી હતી. આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા એડી. સેશન્સ જજ બી.એ.વોરાએ મૃતકનાં લોહીયાળ ચણીયા અંગે એફએસએલ દ્વારા આપવામાં આવેલો રીપોટર્ તથા પોલીસે કરેલા અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલા લાકડા તથા મૃતક વૃઘ્ધા મણીબેને પુત્રવધુ સમક્ષ આપેલા મરણમુખ નિવેદનને માન્ય રાખી હત્યારા પુત્ર બાબુને આજીવન કેદની સજા ફટકારી દંડ ફટકાર્યો છે.

આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સંજય કે. વોરા રોકાયેલા હતા.

સરકારી વકીલ એસ.કે.વોરાએ પોતાની સાડા ચાર વર્ષની સરકારી વકીલ તરીકેની કારકીદર્ીમાં આજે વધુ એક સજા પડાવતો હુકમ કરાવતા કુલ ૩૭ આરોપીને ગંભીર ગુન્હામાં સજા પડાવ્યાનો આંક આવ્યો છે. આ ઉપરાંત સંજય વોરા દ્વારા એક કેસમાં આરોપીને ફાંસીની સજા પણ કરાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here