રાજકોટ મહાપાલિકાનાં વર્ગ ૪નાં કર્મચારી નિતીનભાઈ વ્યાસને નિવૃતિ વિદાયમાન અપાયું

0
8
Share
Share

રાજકોટ,તા.૩૦

રાજકોટ મહાનગરપાલિકાના સામાન્ય વહીવટ વિભાગના વર્ગ-૪ના કર્મચારી નીતિનભાઈ અંબાશંકર વ્યાસ ૨૩ વર્ષ સુધી ફરજ બજાવી તા. ૩૦/૦૬/૨૦૨૦ ના રોજ નિવૃત થતા તેમને ભાવસભર નિવૃત્તિ વિદાયમાન અપાયું હતું. આ તકે સામાન્ય વહીવટ વિભાગના સહાયક કમિશનર  એચ. આર. પટેલ, ઉપરાંત પી.એ. ટુ કમિશનર અને સહાયક કમિશનર  રવિન્દ્રસિંહ ચુડાસમા, પી.એ.(ટેક) ટુ કમિશનર શ્રી રસિક રૈયાણી, મહેકમ શાખાના સહાયક કમિશનર  સમીર ધડુક, ઉપરાંત અન્ય સહાયક કમિશનર  જસ્મીનભાઈ રાઠોડ, જે.એ.ડી.ના આસીસ્ટંટ મેનેજર  કાશ્મિરા વાઢેર, મહેકમ શાખાના આસીસ્ટન્ટ મેનેજર  વિપુલ ઘોણીયા, ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ  શૈલેષભાઈ મેહતા, જન સંપર્ક અધિકારી ભૂપેશ ટી. રાઠોડ, તેમજ વિવિધ શાખાઓના સાથી કર્મચારી ભાઈ-બહેનો ઉપસ્થિત રહયા હતાં. કમિશનર વિભાગના આસીસ્ટન્ટ મેનેજર  એન.કે.રામાનુજે  નીતીભાઈને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારી ભાઈ-બહેનોએ  નીતિનભાઈ વ્યાસનું પુષ્પ ગુચ્છ વડે સન્માન કરતું હતું અને સ્મૃતિ ભેંટ અર્પણ કરી હતી. તેમજ તેમણે સ્વસ્થ દીર્ઘાયુ માટે શુભેચ્છા આપી હતી. આ અવસરે સાથી કર્મચારીઓ સર્વ અમિતભાઈ ભીંડે, ધર્મેશભાઈ મકવાણા, રાકેશભાઈ શીલુ, પરાગ તન્ના, શૈલેષભાઈ પરમાર, ઈમરાનભાઈ શેખ, જયશ્રીબા ગોહિલ, જુલીબેન મોઢ, અંકિતાબેન મુલિયાણા,  મુનીરભાઈ બ્લોચ,  રોહિતભાઈ વાડોલીયા,  ગૌતમભાઈ પરમાર,  મહેશભાઈ બારેયા,  જયદીપભાઈ બારેયા,  મયુરભાઈ નાક્ડા વગેરે ઉપસ્થિત રહયા હતાં.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here