રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાના લાભાર્થીઓ માટે આવતીકાલે રવિવારે પણ દસ્તા: મેયર, બિનાબેન આચાર્ય વેજો કરવામાં આવશે.

0
18
Share
Share

રાજકોટ તા. ૧૭

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં આવાસ યોજનાઓનું નિર્માણ કરવામાં આવેલ છે. અને લાભાર્થીઓને ડ્રો સિસ્ટમ દ્વારા કેટેગરી વાઈઝ આવાસ  આવાસ ફાળવવામાં આવેલ છે.

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે આવાસોના દસ્તાવેજ કરવાના બાકી રહી ગયેલ લાભાર્થીઓને સત્વરે દસ્તાવેજ કરી આપવા સમય લાગે તેમ હોય આ સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવેલ. તેથી જે લાભાર્થીઓએ ઙઉઊ નંબરથી રજીસ્ટ્રેશન ફી ભરેલ હોય તેમજ અપોઈન્ટમેન્ટ લીધેલ હોય તેવા દસ્તાવેજોની સંખ્યા જોતા સબ રજીસ્ટ્રાર કચેરી રાજકોટ ખાતે રેગ્યુલર સબ રજીસ્ટ્રાર ઉપરાંત જોઇન્ટ સબ રજીસ્ટ્રારનો વધારાનો નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવેલ છે. તદનુસાર આવતીકાલે તા.૧૮/૧૦/૨૦૨૦ રવિવારે સવારે ૧૦ઃ૩૦ થી સાંજે ૦૭ઃ૧૦ સુધી દસ્તાવેજની નોંધણી કરવામાં આવશે, જેમાં મોર્ગેજના ૫૩ સહીત કુલ ૧૬૪ લાભાર્થીઓને તેનો લાભ મળશે.

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા સત્વરે દસ્તાવેજનું રજીસ્ટ્રેશન થાય તે માટેના પ્રયાસોને સફળતા મળેલ છે. તેવું વધુમાં મેયર બિનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ જણાવેલ છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here