રાજકોટ, તા.૨
ગઈકાલે રજુ થયેલા કેન્દ્રીય બજેટને રાજકોટ મશીનરી ડીલર્સ એસો.દ્વારા આવકારાયું છે. પ્રમુખ મનસુખભાઇ પટેલ તેમજ માનદ મંત્રી અશ્વિનભાઈ પટેલ કહે છે કે આવકવેરામાં તેઓની માંગણી નાણામંત્રીએ મહતમ અંશે સ્વીકારી છે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે એકંદરે ફુલ ગુલાબી બજેટ છે. અને ઘણી ઘણી જુદી જુદી સ્કીમોમાં આખા દેશના લોકોને રાહત આપવામાં આવી છે.