રાજકોટ : મવડી હેડ કવાર્ટર નજીકથી વિદેશી દારૂની ૧૨૧ બોટલ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે

0
18
Share
Share

રાજકોટ તા. ૧૬

મવડી હેડકોટરમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૧૨૧ બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગરને ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચે મવડી હુડકો કવાર્ટર ખોડિયારનગરમાં દરોડો પાડી એક શખ્સને રૂ.૮૪૫૦૦ની કિંમતની દારૂની ૧૨૧ બોટલો સાથે પકડી લઇ કાર પણ કબ્જે કરી છે.

પોલીસે ખોડિયારનગર-ર મવડી હુડકો કવાર્ટરમાં રહેતાં વિક્રમસિંહ રણજીતસિંહ ઝાલા (ઉ.વ. ૩૩) ને તેના ઘર નજીક જીજે૩એબી-૩૫૪૭ નંબરની સેન્ટ્રો કાર સાથે પકડી લઇ તપાસ કરતાં અંદરથી રૂ. ૮૪૫૦૦નો ૧૨૧ બોટલ દારૂ મળ્યો હતો. આ દારૂ તે ધનંજય નામના શખ્સ પાસેથી લાવ્યાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના અંતર્ગત પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શનમાં પીએસઆઇ વી.જે. જાડેજા, એસઆઇ જયેશભાઇ નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. અમીનભાઇ ભલુર, હિરેન્દ્ર પરમાર, સ્નેહ ભાદરકા સહિતની ટીમે કામગીરી કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here