રાજકોટ મનપા સંચાલિત ૫૦ ધનવંતરી રથો દ્વારા ૫૦૧૯ વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો

0
26
Share
Share

રાજકોટ તા.૨૦

કોરોના વાઇરસ સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબધ્ધ કામગીરી થઇ રહી છે. રાજકોટ શહેરને કોરોના મુકત કરવા માટે મનપા દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના સંકરણની ચેઈન તોડવા મનપા દ્વારા ઘર આંગણે સેવાઓ આપવામાં આવે છે. જેમાં તા. ૧૯-૧૦-૨૦૨૦ ના દિવસે ૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૧૯૮૪૩ ઘર – કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ૦૬ વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને સારવાર પણ ઉપલબ્ધ કરી આપવામાં આવી હતી.

મનપા દ્વારા ૫૦ ધનવંતરી રથ કાર્યરત કરેલ છે, જેમાં તા. ૧૯-૧૦-૨૦૨૦ ના રોજ સરેરાશ ૧૦૦ ની ઓ.પી.ડી. સહીત ૫૦૧૯ વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સરેરાશ ૧૩૮૨ વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાયેલ છે.

શહેરીજનો માટે શરુ કરેલ ૧૦૪ સેવા’ અંતર્ગત તા. ૧૯ મી ના રોજ ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન નંબર પર કુલ ૬૩ ફોન આવેલ હતા અને તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવેલ છે, જેમાં ફોન કરનારને સરેરાશ માત્ર ૪૩ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે. આ જ રીતે ૧૦૮ સેવા’ માં ૫૨ ફોન આવેલ હતા અને તેમાં પણ સરેરાશ માત્ર ૧૮.૫૯ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે.

હોમ કવોરન્ટાઇન સારવાર હેઠળ રહેલા દદર્ીઓ માટે મનપા દ્વારા કાર્યરત ૨૬ સંજીવની રથ દ્વારા તા. ૧૯ ના રોજ ૭૫૫ ઘર – કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.

તા. ૧૯ ના રોજ શહેરના ગુલાબવાટિકા સોસાયટી – અમીન માર્ગ, રાજલક્ષ્મી સોસાયટી – કોઠારીયા રોડ, આકાશવાણી ચોક – યુનિ. રોડ, આરાધના સોસાયટી – સત્ય સાઈ હોસ્પિટલ રોડ, સાનિધ્ય ગ્રીન એપાટર્મેન્ટ, શ્યામપાર્ક – પુષ્કરધામ ચોક, પોપટપરા મેઈન રોડ, સોની બજાર – ખત્રી વાડ ચોક અને બજરંગ વાડીના વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here