રાજકોટ મનપા દ્વારા ભગવતીપરા વિસ્તારમાં નવી શાળા બનાવાશે

0
26
Share
Share

રાજકોટ, તા.૨૪

રાજકોટ મનપા દ્વારા વોર્ડ નં.૪ માં ભગવતીપરા વિસ્તારમાં ટીપી ૩૧ ના એફપી ૩૧/૪ ની ૨૬૨૦૧ ચો.મી. જગ્યામાં રૂા.૧૯.૩૮ કરોડના ખર્ચે નવી શાળા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

શાળામાં ગ્રાઉન્ડ ફલોરમાં ૧૪ કલાસરૂમ, બે સ્ટાફ રૂમ, ૨ એકટીવીટી રૂમ, એક કાઉન્સેલિંગ રૂમ તથા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે અલગ અલગ ટોઈલેટની સુવિધા, પ્રથમ માળે ૧૬ કલાસરૂમ, ૩ કોમ્પ્યુટર લેબ, લાઈબ્રેરી, એક ઈ-લાઈબ્રેરી, એક મિટિંગ હોલ   છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે કેન્ટીન, આઉટડોર સીટીંગ, ચિલ્ડ્રન ટોય રૂમ, પ્લેટ ગ્રાઉન્ડ, એક એથ્લેટિક ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, વોલીબોલ કોર્ટ, કબડ્ડી ગ્રાઉન્ડ, વરસાદી પાણીના બચાવ માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ, ગાર્ડન, જરૂરી પાર્કિંગ, ઈલેક્ટ્રિક ફીકચર્સ તેમજ સિક્યોરીટી રૂમની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે.

વિસ્તારમાં સ્માર્ટઘર ૫+૬ આવાસ યોજનાના ૨૧૨૮ આવાસો ઉપરાંત ભગવતીપરામાં હાલમાં જ મંજુર થયેલ આશરે ૨૦૦૦ જેટલા પ્રાઈવેટ એફોર્ડેબલ આવાસોનું ડેવલોપમેન્ટ ઘ્યાને લેતા તેમજ આ વિસ્તારમાં સરકારી શાળા ન હોવાથી શાળા બનાવી જરૂરી જણાય છે. હાલમાં રાજકોટ મનપા હસ્તકની શાળાઓમાં રમત-ગમત માટે પુરતા પ્રમાણમાં મેદાનો ઉપલબ્ધ નથી તેથી ભગવતીપરાની આ નવી બનનાર શાળામાં રમત-ગમત બાબતે વિશેષથી સુવિધાઓ આપવા માટે પ્લાનિંગ કરેલ છે અને રાજ્ય સરકારના વખતો વખતના ખેલ મહાકુંભ અને અન્ય રમત-ગમતને લગત કાર્યક્રમો માટે એક સુવિધા ઉપલબ્ધ થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here