રાજકોટ : મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં ૨૫૫ કરોડના વિકાસ કાર્યોને બહાલી આપતા મ્યુ. કમિશ્નર અગ્રવાલ

0
26
Share
Share

કેકેવી ચોક અને જડુસ ચોક ઓવરબ્રીજ બે વર્ષમાં તથા નાનામવા-રામાપીર ચોકડી બ્રિજ ૧૮ માસમાં તૈયાર થશે

રાજકોટ તા. ૧પ

રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં કમિશનર બ્રાન્ચના કોન્ફરન્સ રૂમમાં આજે બપોરે ૧૨ કલાકે કમિશનર કમ વહીવટદાર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને  મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂા.૨૫૪ કરોડના વિકાસ કામો તેમજ  પ્રાથમિક સુવિધાઓના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. કેકેવી ચોક, કાલાવડ રોડ પર જડુસ રેસ્ટોરન્ટ પાસે, નાનામવા ચોકડી અને રામાપીર ચોકડી સહિતના ચાર બ્રિજ પ્રોજેકટ આ બેઠકમાં મંજૂર કરાયા હતા. ચારેય બ્રિજ પ્રોજેકટનો કોન્ટ્રાકટ એક જ એજન્સી રણજીત બિલ્ડકોનને અંદાજે સરેરાશ ૪૦ ટકા ઓનથી કુલ રૂા.૧૭૨.૬૪ કરોડના એસ્ટિમેટ સામે રૂા.૨૩૯.૩૯ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. એકંદરે એસ્ટિમેટની સામે રૂા.૬૬.૭૫ કરોડની રકમ વધુ ચૂકવાશે. અલબત્ત મ્યુનિ.કમિશનરે એજન્સી સાથે નેગોસિએશન કરતાં એજન્સીએ રૂા.૨ કરોડની રકમ ઘટાડી આપી હતી અને ઘટાડા બાદ રૂા.૨૩૯.૩૯ કરોડમાં ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર (સ્થાયી સમિતિની સત્તાની રુએ)એ આજે બપોરે ૧૨ કલાકે કોન્ફરન્સ રૂમમાં યોજેલી બેઠકમાં મહાપાલિકાની વિવિધ શાખાના અધિકારીઓ, આસી.કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોની ઉપસ્થિતિમાં વિવિધ ૩૬ દરખાસ્તો મંજૂર કરવા નર્ણય લેવામાં આવ્યો હતો જેમાં મુખ્યત્વે કેકેવી ચોક અને જડુસ રેસ્ટોરન્ટ ચોકમાં બે ફલાય ઓવરબ્રિજ બનાવવા માટેનો પ્રોજેકટ મંજૂર કરવામાં આવ્યો હતો. બે બ્રિજ પ્રોજેકટ ઉપરાંત નાનામવા ચોકડી અને રામદેવપીર ચોકડીમાં ફોરલેન, સ્પ્લીટ ફલાય ઓવરબ્રિજ માટે પણ ઉપરોકત ત્રણ એજન્સીઓના ટેન્ડર આવ્યા હતા. આ બન્ને બ્રિજ પ્રોજેકટ માટે પણ કલબ ટેન્ડર કરાયું હતું અને તેમાં નાનામવા ચોકડી ઓવરબ્રિજ પ્રોજકેટનું એસ્ટિમેટ રૂા.૩૦.૪૦ કરોડ અને રામદેવપીર ચોકડી ઓવરબ્રિજ પ્રોજેકટનું એસ્ટિમેટ રૂા.૨૮.૬૩ કરોડ મળી કુલ ૫૯.૦૩ કરોડનું એસ્ટિમેટ રાખવામાં આવ્યું હતું. ટેન્ડર પ્રક્રિયામાં રચના કન્સ્ટ્રકશન કંપનીનું ટેન્ડર ટેકનીકલી કવોલિફાઈ ન થતાં અમાન્ય કરાયું હતું. જ્યારે અન્ય બે એજન્સીઓમાં રણજીત બિલ્ડકોનની ઓફર સૌથી ઓછા ભાવની હતી જેમાં તેમણે ૮૨.૩૭ કરોડની ઓફર રજૂ કરી હતી. દરમિયાન મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે વાટાઘાટ કરતાં એજન્સી ભાવ ઘટાડા માટે સહમત થઈ હતી અને ૮૧.૩૪ કરોડમાં કામ કરવા સહમતી દાખવી હતી. આ બન્ને બ્રિજ પ્રોજેકટના કામ વર્ક ઓર્ડર આપ્યાની તારીખથી ૧૮ માસમાં પૂર્ણ કરવાની સમય મર્યાદા નિયત કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજમંજૂર થયેલા ચારેય બ્રિજ પ્રોજેકટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આગામી સપ્તાહમાં જ ખાતમુહૂર્ત કરી દેવામાં આવે તેવી શકયતા છેે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here