રાજકોટ મનપાની ફુડ શાખા દ્વારા ૨૬ સ્થળે ચેકીંગ કરી પાંચ નમુના લેવાયા

0
18
Share
Share

રાજકોટ, તા.૧૩

મહાનગરપાલીકાની ફુડ વિભાગની ટીમ દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને ચાલતી ઝુંબેશમાં આજે પાંચ સ્થળેથી ખાદ્ય ચિજવસ્તુઓના નમુના લેવાયા હતા. જ્યારે દસ સ્થળે મેજીક બોક્સ વડે રો-મટીરીયલ્સની ચકાસણી કરવામાં આવી હતી.

ફૂડ શાખા દ્વારા આજે થયેલી કામગીરીમાં એસ.પી.સ્વીટ્‌સ, સાધુવાસવાણી મેઈન રોડ ખાતેથી લુઝ રસગુલ્લા, યોગેશ્વર ડેરી, કોઠારીયા રોડ ખાતેથી લુઝ બટરસ્કોચ બરફી, આસ્થા એન્ટરપ્રાઈઝ સાધુવાસવાણી મેઈન રોડ રોડ, ખાતેથી લુઝ પનીર, અક્ષર રાજ ડેરી પ્રોડકટસ, પ્રેમમંદિર મેઈન રોડ, ખાતેથી ચમચમ માટેનો બેઈઝ (લુઝ) તેમજ શિવમ જાંબુવાલા, વાણીયાવાડી ખાતેથી લૂઝ ગુલાબ જાંબુનો સમાવેશ થાય છે. તહેવારોને અનુલક્ષીને સરકાર તરફથી ફાળવવામાં આવેલ મેજીક બોકસ ફૂડ ટેસ્ટીંગ કિટ વડે ખાદ્યપદાર્થમાં ભેળસેળ અંગે કુલ ૧૦૨ પ્રકારના જુદા-જુદા ટેસ્ટ કરી શકાય છે. આ મેજીક બોકસ વડે કુલ ૧૦ જુદા જુદા સ્થળે ચકાસણી કરી મીઠાઈ બનાવવામાં ઉપયોગમાં લેવાતા અલગ-અલગ મીલ્ક પ્રોડકટસ અને રો-મટીરીયલ્સ મીઠો માવો, દૂધ વગેરેનુ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતુ. જેમાં ગાયત્રી ડેરી, વિદ્યાનગર મેઈન રોડ ખાતે મીઠો માવો, શિવશકિત ડેરી રામકૃષ્ણ રોડ ખાતે મીક્સ મિલ્ક, વિશાલ ડેરી ફોર્મ મંગળા રોડ ખાતે મીકસ મિલ્ક, ધર્મપ્રિય ડેરી લક્ષ્મીવાડી મેઈન રોડ ખાતે મીઠો માવો, વિકાસ ડેરી ફાર્મ, ૮૦ ફૂટ રોડ, ખાતે મીઠો માવો, માટેલ સ્વીટ્‌સ એન્ડ નમકીન નવા થોરાળા ખાતે મીઠો માવો, ગજાનના ડેરી ફાર્મ, દૂધસાગર રોડ ખાતે મીઠો માવો, સત્યમ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ ખાતે મીઠો માવો, દિલીપ ડેરી ફાર્મ, કોઠારીયા રોડ ખાતે મીક્સ દૂધ, તેમજ યોગેશ્વર ડેરી કોઠારીયા રોડ ખાતે મીઠા માવાની ચકાસણી કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here