રાજકોટ મનપાની ફુડ વિભાગે ૭૮ વેપારીઓને ત્યાં ચેકીંગ કરીને ૧૬ સેમ્પલ લેવાયા, ૩૦ને નોટીસ

0
51
Share
Share

રાજકોટ તા. ર૩

દશેરાનો તહેવાર નજીક હોય શહેરમાં મીઠાઈ તથા ફરસાણના વેપારીઓ દ્વારા જથ્થાબંધ મીઠાઈનું વેચાણ કરવામાં આવતું હોય છે. અગાઉથી બનાવીને રાખવામાં આવેલ મીઠાઈનું વેચાણ સમય દરમ્યાન ન થતા ફૂડ પોઈજીંગના કેસ થતા હોય આ વખતે પણ ફૂડ વિભાગ દ્વારા ફરસાણ તેમજ મીઠાઈના વેપારીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ૭૮ વેપારીઓને ત્યાંથી ૧૬ સેમ્પલ લઇ ૩૦ ધંધાર્થીઓને સ્વચ્છતા અંગે નોટીસ આપવામાં આવી હતી.

મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ ૭૮ ફરસાણ-મીઠાઈના વેપારીઓને ત્યાં ચેકીંગ કામગીરી હાથ ધરી વેચાણ અર્થે રાખેલ લુઝ મીઠાઈની ચોકી ઉપર બેસ્ટ બીફોર ડેટ તેમજ યુઝબાય ડેટની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ ખાદ્યપદાર્થો તળવામાં વપરાતા તેલની ટીપીસી વેલ્યુ ચકાસવામાં આવી હતી. જયારે અમુક ધંધાર્થીઓને ત્યાં દૂધની મીઠાઈ તેમજ માવાની મીઠાઈ શંકાસ્પદ જણાતા અલગ અલગ પ્રકારની મીઠાઈના ૩૦ સેમ્પલ લઇ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ ૪૨ કિલો અખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા આજરોજ જલારામ ફરસાણ પુનિતનગર, જય ફરસાણ પુનિત નગર, રાધેક્રિષ્ન ડેરીફાર્મ વાવડી, નિલકંઠ ડેરીફાર્મ વાવડી, મધુસુદન ડેરીફાર્મ, સહજાનંદ ડેરીફાર્મ, રાધીકા ડેરીફાર્મ, નંદનવન ડેરીફાર્મ વાવડી, રાધેશ્યામ ડેરી પેડક રોડ, ન્યુ ભારત સ્વીટમાટર્ પેડક રોડ, વરીયા સ્વીટ એન્ડ ફરસાણ રણછોડનગર, ચામુંડા ડેરી એન્ડ ફરસાણ જુનો મોરબી રોડ, ધારેશ્વર ડેરીફાર્મ ભક્તિનગર સર્કલ, વિકાસ ડેરીફાર્મ ૮૦ ફુટ રોડ, યોગેશ્વર ડેરીફાર્મ કોઠારીયા રોડ, દિલીપ ડેરીફાર્મ કોઠારીયા રોડ, ન્યુ કનૈયા ડેરીફાર્મ કોઠારીયા રોડ, અમીધારા ડેરીફાર્મ, રામદેવ ડેરીફાર્મ, કૈલાશ ડેરીફાર્મ શ્રધ્‌ધાપાર્ક સહિતના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી ૩૦ સેમ્પલ લેવામાં આવેલ. તેમજ ૪૨ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. જયારે ધંધાર્થીઓને ત્યાં નિયમ મુજબ ન જણાતા ૩૦ ધંધાર્થીઓને નોટીસ આપવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here