રાજકોટ તા. ૨
રાજકોટ મહાનગરપાલિકાની ફેબ્રુઆરી-૨૧ મા યોજાનારી સામાન્ય ચૂંટણી સબંધી કામગીરી માટે વોર્ડ નં.૧૬,૧૭ અને ૧૮ના ચૂંટણી અધિકારી તરીકે જનરલ મેનેજર, જિલ્લા ઉધોગ કેન્દ્ર, રાજકોટની નિમણૂક થઇ છે.
તેઓ ચૂંટણી સબંધી તમામ કામગીરી મામલતદાર કચેરી, રાજકોટ શહેર પૂર્વ, જૂની કલેકટર કચેરી, રાજકોટ ખાતે હાજર રહી કરશે. ચૂંટણી સબંધી કામગીરી જેવી કે ઉમેદવારી પત્ર મેળવવા, રજૂ કરવા તેમજ પરત ખેંચવા, ઉમેદવારી પત્રોની ચકાસણી આ જ સ્થળે કરાશે.
સબંધિતોએ આ સ્થળે સંપર્ક કરવા વોર્ડ નં.૧૬,૧૭ અને ૧૮ના ચૂંટણી અધિકારી કે.વી.મોરીની યાદીમાં જણાવાયુ છે.