રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં કોંગી કોર્પોરેટરોએ હોબાળો કરતા સભાગૃહ બહાર ધકેલાયા

0
59
Share
Share

રાજકોટ, તા.૨૯

રાજકોટ મનપાની જનરલ બોર્ડ પ્રમુખસ્વામી આર્કેડ હોલમાં મળી હતી. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધરાના વિરોધને લઇને કોંગ્રેસના કોર્પોરેટરો ઘોડાગાડીમાં બેસીને આવ્યા હતા. જનરલ બોર્ડ જાણે હોબાળા માટે મળતી હોય અને લોકોના પ્રશ્નોને નેવે મુકતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દર વખતની જેમ આ વખતે પણ લોકોના પ્રશ્નો સાંભળવાને બદલે શાસક અને વિપક્ષના કોર્પોરેટરો આમને સામને આવી એકબીજા પર આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો.

વિપક્ષ નેતા વશરામ સાગઠીયા અને બે કોંગી કોર્પોરેટરોની ટીંગાટોળી કરી માર્શલ દ્વારા બહાર ધકેલી દેવામાં આવ્યા હતા. જ્યારે નાદુરસ્ત સભ્યને હાજરી પૂરાવવા માટે એમ્બ્યુલન્સ મારફત લાવવામાં આવ્યા હતા અને સ્ટ્રેચર સાથે હોલમાં પ્રેવશ કર્યો હતો. જનરલ બોર્ડમાં હાલ કોરોનાની માહામારીને લઇને ચર્ચા થનાર હતી પરંતુ કોંગ્રેસ દ્વારા વિરોધ કરી ધરણાં પર બેસી શ્રી રામ જય રામ જય જય રામની ધૂન બોલાવી હતી. તેમજ બોર્ડમાં કોર્પોરેટરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો હતો.

બોર્ડમાં શાસક અને વિપક્ષ બંને લોકોના પ્રશ્નોને વાચા આપવાને બદલે માત્ર વિરોધ કરી સમયનો વેડફાટ કરી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા જાગી હતી. શાસક અને વિપક્ષ પ્રશ્નોત્તરી કરવાના બદલે માત્ર વિરોધ જ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે બોર્ડનો બહિષ્કાર કર્યો હતો. તમામ બહાર નીકળ્યા હતા. ટીંગાટોળી કરી બધાને બહાર કાઢ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here