રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વધું એક મોબાઈલ મળ્યો

0
13
Share
Share

રાજકોટ, તા.૨૪

રાજકોટ મઘ્યસ્થ જેલમાં જેલર ગુપ-૨ તરીકેની ફરજ બજાવનાર કે.એમ.સાધુએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે બપોરના જેલના સ્થાનિક ઝડતી સ્કવોડના હવાલદાર ખીમભાઈ શવલાના તેમની ફરજ પર હતા દરમિયાન સર્કલ ૧ ના વિભાગ યાર્ડ ન ૮ માંથી બહાર ખુલ્લા ભાગમાંથી ઝડતી લેતા સેમસંગ કંપનીનો સીમકાર્ડ વગરનો બેટરી સાથે મોબાઇલ મળી આવ્યો હતો.

મોબાઇલ એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે. મોબાઇલ કઇ વ્યકિતના નામનો તેમજ મોબાઇલ મારફત કોઇ ગુનાહીત પ્રવૃતિને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ સહિતના મુદ્દે પોલીસ તપાસ ચલાવી રહી છે.

આ અંગે જેલરની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે પ્રીઝન એકટની કલમ ૪૨, ૪૩, ૪૫ની પેટા કલમ ૧૧ મુજબ ગુનો નોંઘ્યો છે. જેલમાં મોબાઇલ-તમાકુ સહિતની પ્રતિબંધીત વસ્તુઓ મળવી કોઇ નવી બાબત નથી. પણ પોલીસે માત્ર ગુનો નોંધી સંતોષ માની લે છે. ત્યારે રાબેતા મુજબ ગુનો નોંધવાની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે કે આ મામલે મૂળ સુધી પહોંચવા પોલીસ તપાસ કરશે? તેનો જવાબ કોઈ આપી શકે તેમ નથી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here