રાજકોટ : મંદિરમાં ચોરી કરનાર શકમંદની અટક

0
25
Share
Share

રાજકોટ, તા.૧૪

શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિર સહિત ત્રણ મંદિરોની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરનાર શકમંદને પકડી પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે.

આઈટીઆઈમાં ફરજ બજાવતા અને રૈયાધાર વિસ્તારમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં ટ્રસ્ટી તરીકે કામ કરતા રાજેન્દ્રસિંહ દાનસિંહ જાડેજાએ મંદિરમાં દાન પેટીમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

અજાણ્યા શખ્સો દાન પેટીમાંથી રૂા.૧૫૦૦ સહિત રોકડ રકમ ચોરી જતા યુનિવર્સિટી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

મંદિરના ટ્રસ્ટીની ફરિયાદના પગલે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને મંદિરમાં ચોરી કરનાર શકમંદ અંગે બાતમી મળતા પોલીસે તેને ઉઠાવી લઈ આગવી ઢબે પુછપરછ શરૂ કરી છે. ચોરી કરનાર આરોપીની પુછપરછમાં વધુ કેટલાક ગુનાઓના ભેદ ખુલવાની શકયતા સેવાઈ રહી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here