રાજકોટ : બે વખત ગાંજા સાથે ઝડપાયેલો શખ્સ પાસામાં જેલ હવાલે કરાયો

0
32
Share
Share

રાજકોટ, તા.૨૨

જામનગર રોડ પર બજરંગવાડીમાં રહેતા ગરાસીયા શખ્સ તાજેતરમાં બે વખત ગાંજા સાથે ઝડપાતા તેની પાસામાં થયેલા સુધારા અંગે કાર્યવાહી કરી તેને એનડીપીએસના ગુનામાં સૌ પ્રથમ વખત પાસા હેઠળ સુરત જેલ હવાલે કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બજરંગવાડીમાં રહેતા પ્રતિપાલસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સ બે કિલો અને છ કિલો ગાંજા સાથે ઝડપાયા બાદ તેની પાસા હેઠળ અટકાયત કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વોરંટ ઈસ્યુ કરતા એસઓજી પી.આઈ. આર.વાય.રાવલ અને કોન્સ્ટેબલ અજયભાઈ શુકલ સહિતના સ્ટાફે પાસાના વોરંટની બજવણી કરી પાસા હેઠળ અટકાયત કરી પ્રતિપાલસિંહ જાડેજાને અમદાવાદ જેલ હવાલે કર્યો છે. પ્રતિપાલસિંહ જાડેજા આ પહેલા મારામારીના ગુનામાં પકડાતા તેની પાસા હેઠળ અટકાયત થઈ હતી. એનડીપીએસના ગુનામાં પકડાયેલા સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવાના થયેલા સુધારા હેઠળ પ્રતિપાલસિંહ જાડેજાની એનડીપીએસના ગુનામાં પાસા હેઠળ અટકાયત થઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here