રાજકોટ : બે માસમાં ૧૩ બાઇકની તસ્કરી કરનાર વાહન ચોર બેલડી ઝડપાઇ

0
21
Share
Share

રાજકોટ તા.૨૬

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દેવદેવાળીથી લગ્નની સીજન ખુલતા ફુલ બજારમાં પણ તેજી આવી છે. લોકડાઉન અને કોરોનાના કારણે લાંબા સમયથી ફુલ બજાર રીતસર કરમાઈ ગઈ હતી પરંતુ હવે લગ્નપ્રસંગો માટે મંજુરી આપવાનું શરુ થતા અને હાલ શહેરમાં ચિક્કાર લગ્નગાળો હોવાથી ફુલ બજાર પણ ખીલી ઉઠી છે. જોકે કર્ફ્યુના કારણે માત્ર દિવસે જ લગ્નપ્રસંગો યોજાઈ રહ્યા છે અને રાત્રીના રિસેપ્સન સહિતના કાર્યક્રમો રદ થતા ફુલની માગમાં પણ જોઈએ તેટલો વધારો થયો નથી ફુલના વેપારીઓનું કહેવુ છે કે, રાત્રીના લગ્ન પ્રસંગો રદ થતા ફુલની માગમાં પણ ૫૦ ટકાનો ફટકો પડ્યો છે.

અગાઉ લોકો લગ્નપ્રસંગ પૂર્વે બે – ત્રણ દિવસના દાંડિયારાસ, મહેંદી રસમ, સાંજીના ગીત સહિતના કાર્યક્રમો યોજતા હતા અને તેમાં અહદઅંશે ફુલોનું જ ડેકોરેશન કરાતુ હતુ પરંતુ રાત્રી કર્ફ્યુના કારણે લોકોને લગ્નપ્રસંગો ટુકાવવાની ફરજ પડી રહી છે અને રાત્રીના કર્યાક્રમો રદ થઈ રહ્યા હોવાથી ફુલની માગ પણ ઘટી ગઈ છે.ફુલના ધંધાર્થીઓનુ કહેવુ છે કે, કોરોનાના કારણે મંદિરોમાં પણ ફુલ પધરાવવાની મનાઈ છે અને મોટાભાગના મંદિરો બંધ હોવાથી ફુલના ધંધા ઉપર માાઠી અસર પડી છે વળી ધાર્મિક કાર્યક્રમો યોજવાની પણ મનાઈ હોવાથી આવા કાર્યક્રમોમાં વપરાતા ફુલની ડિમાન્ડ સદંતર બંધ છે.ટુકમાં ૨૦૨૦નું વર્ષ અન્ય વેપાર-ધંધાની માફક ફુલના ધંધાર્થીઓ માટે પણ ખરાબ બની રહ્યુ છે. વહેલામાં વહેલી તકે લોકો કોરોના મહામારીમાંથી મુકત બને અને વ્યાપાર-ધંધા પહેલાની માફક ધમધમતા થાય તેવી પ્રાર્થના ફુલના ધંધાર્થીઓ કરી રહ્યા છે.

ચાલુ વર્ષે તો લગ્નગાળાની સીજનમાં ક્ફર્યુએ ફુલના ધંધાથીઓની મજા બગાડી નાખી છે તેમાંય જો વિક એન્ડ એટલે કે શનિ-રવિ કર્ફ્યુ લાદવામાં આવો તો સ્થિતિ ખરાબ બનવાનો ભય છે. હાલ લગ્નગાળાની સીઝનની થોડી ઘણી જે ખરીદી છે તે પણ બંધ થવાનો ધંધાર્થીઓને ભય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here