રાજકોટ : બે તરૂણો પર સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચરનાર બે પાડોશી શખ્સોની ધરપકડ

0
17
Share
Share

રાજકોટ તા. ૧૩

રૈયાધાર પર આવેલા પાણી ફિલ્ટર પ્લાન પાછળ અવાવરૂ જગ્યાએ પાણીના ખાડામાં બે માસુમ બાળકોને તરતા સિખવાડવાના બહાને લઇ જઇ બે વિકૃત માનસ ધરાવતા શખ્સોએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્યુ આચારી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર પર રહેતા અને કેટરર્સમાં કામ કરતા પ્રસાંત સુરેશ સોલંકી અને કિરણ રમેશ સોલંકી નામના શખ્સો  સામે ૧૩ અને ૧૧ વર્ષના બાળકો પર પંદર દિવસ પહેલા અને ગઇકાલે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યા અંગેનો યુનિર્વસિટી પોલીસમાં નોંધાતા પીઆઇ એ.એસ. ચાવડા સહિતના સ્ટાફે બંનેની ધરપકડ કરી છે.

પ્રસાંત સોલંકી અને કિરણ સોલંકીના પાડોશમાં રહેતા બે બાળકોને પાણીના ખાડામાં તરતા સિખવાડશું તેમ કહી અવાવરૂ જગ્યાએ લઇ જઇ બંને બાળકોને માર મારી તેના પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી ખુનની ધમકી દીધા અંગેની બંને શખ્સોએ કબુલાત આપી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here