રાજકોટ : બેકારીથી કંટાળીને યુવાનનો આપઘાત

0
26
Share
Share

પુત્ર પ્રાપ્તિથી વંચિત મહિલાનો આપઘાત

રાજકોટ, તા.૨૩

શહેરના જામનગર રોડ પર બજરંગવાડીમાં રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે દોડી જઈ તપાસ કરતા ઝારખંડના પ્રાંચી ગામના યુવકને નોકરી ધંધો ન મળતા પગલું ભરી લીધાનુ બહાર આવ્યું છે. તેમજ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ મંછાનગરમાં રહેતી મહિલાએ પુત્રની પ્રાપ્તિ ન થતા આપઘાત કરી લીધાનું બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઝારખંડના પ્રાથમિક ખાતે રહેતો સ્મિત અશ્વિનભાઈ વ્યાસ (ઉ.૩૦) નામના યુવાને પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગાંધીગ્રામ પોલીસ મથકના જમાદાર ઘેલુભાઈ તથા તેના રાઈટર મહેશભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં મૂળ ઝારખંડના પ્રાથમિક ખાતે રહેતો સ્મિત નોકરી-ધંધા માટે રાજકોટ આવ્યો હતો પરંતુ કેટલાક સમયથી નોકરી-ધંધો ન મળતા આ પગલું ભરી લીધાનુ બહાર આવ્યું છે.

જ્યારે બીજા બનાવમાં માર્કેટીંગ યાર્ડ પાસે મંછાનગરમાં લક્ષ્મીબેન હિરજીભાઈ હરબડા (ઉ.૪૮) નામની મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બી.ડીવીઝન પોલીસે દોડી જઈ તપાસ કરતા મહિલાને સંતાનમાં બે પુત્રી હોવાનુ અને પતિ સિકયુરીટી મેન તરીકે નોકરી કરતા હોય પુત્રીના લગ્ન બાદ પુત્રની પ્રાપ્તિ ન હોય અમારૂ શું થશે એવી ચિંતામાં આ પગલુ ભરી લીધાનુ પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું હતુ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here