રાજકોટ : બુલેટ અને બાઈક વચ્ચે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનનું સારવારમાં મોત

0
14
Share
Share

રાજકોટ, તા.૨૩

ગોંડલ રોડ ઉપર આઠ દિવસ પૂર્વે બાઈક અકસ્માતમાં ઘવાયેલા ખોડીયારનગરના યુવાનનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

ગોંડલ રોડ જયનાથ વે બ્રીજ પાસે આઠ દિવસ પહેલા બાઈક અને બુલેટ અથડાતા બાઈકસ્વાર ખોડિયારનગર-૨ શેરી નં.૧ માં રહેતા આરીફભાઈ અલ્લારખાભાઈ મીનીવાડીયા (ઉ.વ.૩૫)ને ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન તેનુ મોત નિપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

જાણવા મળ્યા મુજબ આરીફભાઈ ૮ દિવસ પૂર્વેના સાંજે છએક વાગ્યે પોતાનુ બાઈક લઈને કામ પરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે જયનાથ વે બ્રીજ પાસે ગોંડલ રોડ ચોકડી તરફથી જીજે૦૩એલએચ-૮૪૯૫ નંબરનુ બુલેટ આવ્યું હતુ અને આરીફભાઈના બાઈક સાથે અથડાતા તેને ગંભીર ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બુલેટ ચાલકના સગાઓ સાથે સમાધાનની વાત થઈ હતી. બુલેટ ચાલકને પણ ઈજા થઈ હોઈ તેને દોશી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સારવાર દરમિયાન આરીફભાઈએ દમ તોડી દીધો હતો. આથી જંગલેશ્વરમાં રહેતા તેના ભાઈ શબ્બીરભાઈ અલ્લારખાભાઈ મીનીવાડીયા (ઉ.૪૨)એ માલવીયાનગર પોલીસમાં બુલેટ ચાલક સામે ગુનો નોંધાવતા પીએસઆઈ જે.એસ.ચંપાવતે તપાસ હાથ ધરી છે.

મૃત્યુ પામનાર બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતા તે અટીકામાં કારખાનામાં કામ કરતો હતો. તેના મોતથી બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here