રાજકોટ: બિમારીથી કંટાળી પ્રૌઢનો આપઘાત

0
8
Share
Share

રાજકોટ તા.૨૯

પોપટપરામાં રહેતા અને પાનની કેબીન ધરાવતા આધેડે કેન્સરની બિમારીથી ત્રાસી પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જયારે અન્ય બનાવમાં આંબેડકરનગરમાં રહેતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરા શેરી નં.૧૪માં રહેતા અને પાનની કેબીન ચલાવતા સમીરભાઇ દાઉદભાઇ ચાનીયા નામના ૪૦ વર્ષના આધેડે પોતાના ઘરે માકડ મારવાની ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. ઘટનાની જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક સમીરભાઇ ચાનીયા કેન્સરની બિમારી હોવાથી તેનાથી કંટાળી આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

જયારે અન્ય બનાવમાં ગોકુલધામ પાછળ આંબેડકરનગરમાં રહેતા અને લેબમાં કામ કરતા મનસુખભાઇ ખીમજીભાઇ રાઠોડ નામના ૩૮ વર્ષના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરતા પરિવારમાં આક્રંદ છવાઇ રહ્યો છે. પોલીસે ઘટનાની નોંધ કરી આપઘાત પાછળ કારણ જાણવા માટે માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ડી.જે.જાદવ વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here