રાજકોટ : બાળકોને ઉઠાવી વેંચી નાખતી ટોળકીનાં બે મહિલા સહિત ત્રણને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ

0
20
Share
Share

એક વર્ષ પૂર્વે શાસ્ત્રીમેદાન પાસેથી ઉઠાવેલા બાળકને એક લાખમાં વેંચ્યા બાદ ખંભાળીયાથી બાળક હેમખેમ મળ્યું : તપાસ કરતી પોલીસની ટીમને ઇનામની જાહેરાત કરતાં કમિશ્નર

રાજકોટ તા. ૧૯

રાજયના પોલીસ વડાએ લાપતા થયેલા બાળકોને શોધી કાઢવા માટેના આપેલા આદેશથી શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી ક્રાઇમ બ્રાંચે અલગ અલગ ટીમ બનાવી એક વર્ષ પહેલા લાલબહાદુર શાસ્ત્રી મેદાન પાસેથી ફુટપાથ પર સુતેલો ૧૦ માસના માસુમ બાળકના અપહરણના બનાવમાં પોલીસે બે મહિલા સહિત ત્રણ શખસોને ઉઠાવી લઇ માસુમ બાળકીને તેના માતા-પિતાને સોપી હતી. કામગીરી કરનાર ક્રાઇમ બ્રાંચની ટીમને પોલીસ કમિશનરે ઇનામની જાહેરાત કરી તેને બિરદાવ્યા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગત તા. ૨૨/૫/૨૦૧૯ના રોજ લાલબહાદુર શાસ્ત્રી મેદાન નજીક ફુટપાથ પર રહેલા અને મુળ એમપીના મમતાબેન જામસિંગ ભુરીયા નામની મહિલાએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે પતિ અને તેના ત્રણ સંતાનો સુતા હતા ત્યારે મોડીરાતના તેનો ૧૦ માસનો પુત્ર જીગો લાપતા થઇ ગયાનું જણાવ્યું હતુ. બનાવના પગલે ક્રાઇમ બ્રાંચે ચોકકસ બાતમીને આધારે શાસ્ત્રી મેદાન પાસેથી અપહત બાળક જામનગરના શંકર ટેકરી પાસે રહેતી સલમા નામની મહિલાએ રૂ.એક લાખમાં આ બાળક ખરીદયું હોય પોલીસે તપાસ કરતા સલમાના લગ્ર નાથા સોમૈયા સાથે થયા હોય હાલ ખંભાળીયા હોય ક્રાઇમ બ્રાંચની ટીમે દ્વારકા રહેતો સલીમ હુસેનશા, તેની પત્ની ફરીદા અને સલમાને ઉઠાવી લઇ આકરી પુછપરછ કરતા આ બાળકને સલીમ અને ફરીદાએ અપહરણ કરી રૂ.એક લાખમાં સલમાને વેચ્યું હોવાનું બહાર આવતા પોલીસે ત્રણેય શખસોની ધરપકડ કરી બાળકને હેમખેમ તેના પરિવારજનોને સોંપ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here