રાજકોટ : ફેસબુકમાં પાડોશીની પત્નિનાં ફોટો મુકી બિભત્સ ટિપ્પણી કરનાર શખ્સ ઝડપાયો

0
18
Share
Share

રાજકોટ, તા.૧૪

શહેરના જામનગર રોડ પર પરસાણાનગરમાં શાંતિનિકેતન પાર્કમાં રહેતા અને હાલ ભૂજમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં બીલીંગ ડિપાર્ટમેન્ટમાં આસિ. મેનેજર તરીકે ફરજ બજાવતા સુખદેવસિંહ નવલસિંહ ઝાલાએ રાજકોટમાં તેની જ સોસાયટીમાં પડોશમાં રહેતા મયુર સંજયકુમાર માનકર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત મુજબ, પોતે ભૂજ ખાતે નોકરી હોવાથી અઠવાડિયા, પંદર દિવસે રાજકોટ પરિવાર પાસે આવે છે. પત્ની વર્ષાબા અને પાંચ વર્ષનો એક પુત્ર રાજકોટ જ રહે છે. ૧૭ માર્ચના રોજ કોઈ અજાણ્યા શખ્સે ફરિયાદી સુખદેવસિંહના નામે બોગસ ફેસબુક આઈડી બનાવી અને એ આઈડી ઉપરથી સુખદેવસિંહને જ મેસેન્જર દ્વારા મેસેજ કર્યા હતા. તેમજ પત્ની વર્ષાબા અને પરિવાર વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ પ્રકારે અવાર નવાર મેસેજ કરીને પરેશાન કરતો હતો. આથી સુખદેવસિંહે મેસેન્જરમાં જ મેસેજ કરી આ રીતે પરેશાન ન કરવા કહ્યું હતુ.

પરંતુ આરોપીએ ફરી વખત સુખદેવસિંહ અને તેની પત્નીના ફોટા ફેક આઈડીમાં અપલોડ કરી અને ફરિયાદીના પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમજ નીચે ફરિયાદીનો મોબાઈલ નંબર દર્શાવ્યો હતો. આથી સુખદેવસિંહે આ મામલે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસે આરોપીની ઓળખ મેળવવા સાયબર સેલની મદદ લેતા બોગસ ફેસબુક આઈડી રાજકોટમાં ફરિયાદી સુખદેવસિંહ રહે છે એ સોસાયટીમાં જ રહેતા મયુર સંજયકુમાર માનકરે બનાવીને ફોટા અપલોડ કરી બિભત્સ ટિપ્પણી કર્યાનુ ખુલ્યું હતુ.

પોલીસે આરોપીની ધરપકડ કરીને પુછપરછ કરતા જે વિગત બહાર આવી એ મુજબ, સોસાયટીમાં પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલુ હતી ત્યારે ફરિયાદીની કાર પાર્ક કરવા મામલે બોલચાલી થઈ હતી. એ ઝગડાનુ વેર વાળવા આવું કૃત્ય કર્યુ હતુ. આરોપીના પિતા પીજીવીસીએલમાં ફરજ બજાવતા હોવાનુ જણાવાયુ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here