રાજકોટ : પ્રેમી યુવાન પર પ્રેમિકાનાં પરિવારજનોનો હુમલો

0
18
Share
Share

રાજકોટ તા. ૧પ

ગોંડલમાં મામાદેવના મંદિર પાસે રહેતો અને હાલ કોઠારીયા સોલવન્ટમાં સીતારામ સોસાયટીમાં તેના કાકાના દિકરા સાથે રહેતો હતો દરમીયાન ત્યાં પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હોય જેનો ખાર રાખી ગઇ કાલે રાત્રે યુવતીના પિતા શાંતિભાઇ મારડીયાએ સમાધાન માટે બોલાવતા જયદીપ અને તેના કાકાનો દીકરો ભાવેશ બંને ત્યાં જતા શાંતિભાઇ મારડીયા, રાજુ જોડાણી અને અજાણ્યા શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરી બંનેને માર માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં જયદીપને આજે સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.

જયાં સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જઇ નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here