રાજકોટ : પ્રેમીકાનાં ઘરે પ્રેમીનાં આપઘાતનાં ત્રીજા દિવસે પ્રેમિકાનો ફાંસો ખાઈ આપઘાત

0
15
Share
Share

રાજકોટ, તા.૧૩

રાજકોટમાં બે દિવસ પહેલા પ્રેમીએ પોતાની નજર સામે ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેનો આઘાત સહન નહી થતા પ્રેમીકાએ પણ આજે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. પોલીસે મૃતદેહને પી.એમ.અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હુડકો ચોકડી પાસે રહેતા મુળ ધારીના વિપુલ વલ્લભ મકવાણા (ઉ.વ.૨૭) અને ઘંટેશ્વર પચ્ચીસ વારીયામાં રહેતી શિવાની પ્રવીણભાઈ લાઠીયા (ઉ.વ.૧૮) વચ્ચે એકાદ વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો. બે દિવસ પહેલા વિપુલ શિવાનીના ઘરે ગયો હતો, ત્યારે શિવાની જ્ઞાતિ અલગ-અલગ હોવાથી તેની સાથે પોતાના લગ્ન શક્ય નહીં બને તે કહેતા નાસીપાસ અને હતાશ થઈ વિપુલે ત્યાંજ શિવાનીની નજર સામે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. જેનો આઘાત લાગતા આજે શિવાની લાઠીયાએ તેના માતા કામ સબબ બહાર ગયા બાદ પાછળથી ઘરે પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. થોડીવાર બાદ તેનો નાનો ભાઈ રમીને ઘરે આવતા બહેનને લટકતી જોઈ અવાચક બની ગયો હતો ત્યારબાદ તેણે માતાને જાણ કરતા દોડી આવ્યા હતા. તત્કાળ ૧૦૮ ને જાણ કરાતા તેના તબીબે શિવાનીને મૃત જાહેર કરી હતી. ગાંધીગ્રામ પોલીસે સ્થળ પર જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. શિવાની બે બહેન એક ભાઈમાં વચેટ હતી. તેના પિતાનુ કેટલાક સમય પહેલા અવસાન થઈ ગયુ છે. તેની મોટી બહેને પણ પ્રેમલગ્ન કર્યા છે. હાલ તે મજૂરીકામ કરતી માતા અને નાનાભાઈ સાથે રહેતી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here