રાજકોટ : પોલીસ હેડ કવાર્ટર ખાતે દશેરાએ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

0
22
Share
Share

રાજકોટ તા. ર૬

દશેરાના પર્વ પર શસ્ત્ર પુજનનો મહિમા છે. ત્યારે ગુજરાત પોલીસના વિવિધ શહેરોના હેડ કવાર્ટરમાં પણ શસ્ત્ર પુજન થાય છે. ત્યારે રાજકોટ પોલીસ હેડ કવાર્ટરમા પણ શસ્ત્રોની પુજા કરવામાં આવી હતી. વિજયાદશમીના દિવસે પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવતી શસ્ત્ર પુજાની પરંપરા આજે પણ નિભાવવામાં આવી હતી. ત્યારે રાજકોટ પોલીસને મળેલા નવા શસ્ત્રોની પણ પુજા કરવામાં આવી. પોલીસ હેડ કવાર્ટર ખાતે શસ્ત્રપુજનમાં રાજકોટ પોલીસના વિવિધ હથિયાર જેવા કે અલગ અલગ પ્રકારની ગન તેમજ અલગ અલગ હથિયારોનું પુજન કરવામાં આવ્યુ હતુ. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શાસ્ત્રોકત વિધિ સાથે પુજા કરી હતી. રાજકોટ પોલીસના હથિયારમાં ઉમેરો પણ કરવામાં આવ્યો છે.

રાજકોટ શહેર પોલીસને સ્નેઇફર રાઇફલ, એમપી પ, એસઆઇજી સહિતના હથિયારો ઉમેરાયા છે. આ ઉપરાંત ડોગ સ્કવોડમાં પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં માત્ર કેકિંગ અને સ્નાઇપર ડોગનો જ ઉપયોગ કરતો હતો. હવે ઇઝરાયેલની કે એન નાઇન પ્રમાણને બેલ્જિયમ સેફર્ડ ડોગનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ પ્રકારના ડોગ ટોળા વિખેરવામાં ઉપયોગી થશે. આ ઉપરાંત અશ્વ દળમાં પણ વધારો કરાયો છે. પોલીસના આ શસ્ત્રપુજન કાર્યક્રમમાં પોલીસ કમિશ્નર અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરદીશ એહમદ, ડીસીપી પ્રવીણકુમાર, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તેમજ એસીપી સહિતના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ હાજર રહયા હતા. દર વર્ષે પોલીસ હેડ કવાર્ટર ખાતે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ ભવ્ય રીતે કરવામાં આવતો હોય છે. જોકે આ વખતે કોરોનાની મહામારીના કારણે આ કાર્યક્રમ સાદાઇથી કરવામાં આવ્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here