રાજકોટ પોલીસે જાહેરમાં થૂંકનારા અને માસ્ક ન પહેરનારાઓને ૨ કરોડનો દંડ

0
16
Share
Share

રાજકોટ,તા.૦૩

વિશ્વ આખું કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. ત્યારે ભારતમાં આ મહામારી અટકે તે માટે સરકાર અલગ અલગ ગાઈડલાઈન બહાર પાડી રહી છે. શહેરોમાં પણ પોલીસ કમિશનર દ્વારા કોવિડને લગતા જાહેરનામા બહાર પાડવામાં આવે છે. જેનો ભંગ કરવા બદલ દંડ કરવામાં આવે છે. રાજકોટમાં અનલોક-૩માં જાહેરનામા ભંગના ૧૬૭૩ કેસ, ૨૩૫૬ વાહનો ડિટેઈન, જાહેરમાં થૂંકનારા અને માસ્ક ન પહેરનારાઓને ૨ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજકોટ પોલીસે ૨૫૭૩૧ લોકો પાસેથી ૨,૦૭,૫૫,૧૦૦ રૂપિયાનો દંડ ૫૦૦-૧૦૦૦ લેખે વસૂલ કર્યો છે. પોલીસે જાહેર કરેલી વિગત અનુસાર ૧ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધીના અનલોક-૩ના ગાળામાં જાહેરમાં થૂંકનારા અને માસ્ક ન પહેરનારા કુલ ૨૫૭૩૧ લોકોને પકડી લેવામાં આવ્યા હતા. જાહેરમાં થૂંકનાર પાસેથી ૫૦૦ અને માસ્ક ન પહેરનાર પાસેથી ૧૦૦૦ લેખે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જે કુલ રકમ ૨,૦૭,૫૫,૧૦૦ થાય છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, હવે અનલોક-૪માં સરકારની સુચના શહેરીજનોને વધુ છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ સરકારની ગાઈડલાઈન અને કોરોનાને લગતા જાહેરનામાનો લોકોએ ચૂસ્ત અમલ કરવો પડશે. જાહેરમાં થૂંકનારા અને માસ્ક પહેરીને નહીં નીકળનારા લોકો પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી ચાલુ જ રખાશે. આ માટે ખાનગી ડ્રેસમાં પોલીસની ટીમો ડેકોય રાખી રેસકોર્સ રિંગરોડ સહિતની ભીડભાડવાળી જગ્યાએ ખાસ ડ્રાઇવ હાથ ધરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here