રાજકોટ: પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાને લઇ કોંગ્રેસ મેદાનમાં

0
13
Share
Share

રાજકોટમાં ૧૮ વોર્ડના નેતાઓએ રસ્તા પર ગાડા ચલાવી વિરોધ નોંધાવતા અટકાયત

રાજકોટ,તા.૨૪

પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના આગેવાનો અને નેતાઓએ રસ્તા પર ગાડા ચલાવીને વિરોધ નોંધાવ્યો હતો. ૧૪૪ની કલમ અમલમાં હોવાથી પોલીસે અશોક ડાંગર અને મહેશ રાજપુતની ધરપકડ કરી છે અને ગાડા પણ જપ્ત કર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ સહી ઝુંબેશ હાથ ધરી ત્રિકોણબાગ ખાતે વિરોધ નોંધાવ્યો છે.

રાજકોટમાં કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને અનોખો વિરોધ નોંધાવ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને કોંગ્રેસના આગેવાનો અને અલગ અલગ વોર્ડના સ્થાનિક નેતાઓ શહેરના રાજમાર્ગો પર ગાડા લઈને નીકળ્યા હતા અને વિરોધ કર્યો હતો. આ સાથે જ ’જનતા જાગે ભાજપ ભાગે’ અને ’પેટ્રોલનો ભાવ વધારો પાછો ખેંચો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ ગાડામાં મોદી અને મનમોહનસિંહના પોસ્ટર મારી બંનેના કાર્યકાળ દરમિયાન સમયના પેટ્રોલ-ડીઝલના ભાવ લખ્યા હતાં.

બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા ત્રિકોણબાગ ખાતે પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં બેનરો સાથે કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here