રાજકોટ : પેટા ચુંટણીમાં વિજયને વધાવી ઉજવણી કરતુ શહેર ભાજપ

0
26
Share
Share

ધારી-લીંબડી-મોરબી-ગઢડાના મતદારોનો આભાર વ્યકત કરતા ભંડેરી-ભારદ્વાજ-મિરાણી

રાજકોટ, તા.૧૧

૮ જિલ્લાની પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાટર્ીએ જવલંત વિજય હાંસલ કર્યો છે ત્યારે શહેર ભાજપ દ્વારા આ ભાજપની આ ભવ્ય જીતને આતશબાજી અને પરસ્પર મોં મીઠા કરાવીને વધાવાઈ હતી અને વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે આ ઘડીને વધાવાઈ હતી અને વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ. આ તકે ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણીએ જણાવેલ કે રાજ્યની ૮ જિલ્લાની આ પેટા ચૂંટણીઓમાં ભાજપે શ્રેષ્ઠ અને ઉજ્જવળ દેખાવ કર્યો છે. ભાજપની આ ભવ્ય જીત બદલ ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ અને કમલેશ મિરાણીએ ધારી, લીંબડી અને મોરબીના મતદારોનો જાહેર આભાર વ્યકત કર્યો હતો.

આ તકે ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જનકભાઈ કોટક, ભાનુબેન બાબરીયા, અશ્વિન મોલીયા, ઉદય કાનગડ, દલસુખ જાગાણી, અજય પરમાર, પ્રફુલભાઈ કાથરોટીયા, દિવ્યરાજસિંહ ગોહીલ, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, જ્યોત્સનાબેન હળવદીયા, અનિલભાઈ પારેખ, અરેશ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, દિનેશ કારીયા, અશોક લુણાગરીયા, પરેશ પીપળીયા, સુરેન્દ્રસિંહ વાળા, નિતીન ભુત, માધવ દવે, પ્રદીપ ડવ, રાજુભાઈ બોરીચા, નિલેશ જલુ, જીજ્ઞેશ જોષી, દુર્ગાબા જાડેજા, મનીષ રાડીયા, દર્શીતાબેન શાહ, મુકેશ રાદડીયા, મીનાબેન પારેખ, નયનાબેન પેઢડિયા, લલીત વાડોલીયા, નાનજીભાઈ પારઘી સહિતના સાથે વોર્ડના પ્રમુખ, મહામંત્રીઓ તેમજ વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here