રાજકોટ : પરિણીત યુવાનનો અકળ કારણોસર ફાંસો ખાઈ આપઘાત

0
16
Share
Share

રાજકોટ, તા.૧૦

જામનગર રોડ પર વાંકાનેર સોસાયટી-૫ માં રહેતા મુકેશભાઈ બાબુભાઈ કુગશીયા (ઉ.વ.૩૮)એ પંખામાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આપઘાત કરનાર મુકેશભાઈ ત્રણ બહેનનો એકનો એક ભાઈ હતો અને ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગઈકાલે સાંજે મુકેશભાઈના પત્નિ પારૂલબેન માસીના ઘરે ઝબલુ આપવા ગયા હતા ત્યાંથી પરત આવ્યા ત્યારે દરવાજો ખખડાવવા છતા નહિ ખોલાતા બારીમાંથી ડોકીયુ કરતા પતિ લટકતા જોવા મળતા દેકારો મચાવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here