રાજકોટ : પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત

0
16
Share
Share

રાજકોટ, તા.૨૧

શહેરનાં સહકાર રોડ ઉપર આવેલી વાલકેશ્વર સોસાયટી શેરી નં.૧૦ માં રહેતી હર્ષાબા સંજયસિંહ જાડેજા કઉ.વ.૨૫)એ રાત્રે પોતાના ઘરે ઉપરના માળે બેડરૂમમાં છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પતિ બહારથી આવ્યા ત્યારે રૂમનો બંધ દરવાજો ધક્કો મારીને ખોલતા પત્નીને લટકતી હાલતમાં જોઈ દેકારો મચાવતા પરીવારજનો દોડી આવ્યા હતા અને જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ઈએમટી કિશનભાઈએ તપાસ કરતા મહિલાનું મૃત્યુ નિપજ્યું હોવાનુ જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. પ્રકાશભાઈ વાંક તથા રાઈટર અક્ષયરાજસિંહ રાણાએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક હર્ષાબા એક ભાઈ અને ત્રણ બહેનમાં નાના હતા તે ભાવનગરના ઘોઘા તાલુકાના નવાગામમાં માવતર ધરાવતા હતા. તેના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને દોઢ વર્ષનો પુત્ર છે. પતિ કારખાનામાં નોકરી કરે છે. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનુ કારણ જાણવા પીએસઆઈ એસ.એન.જાડેજાએ તપાસ હાથ ધરી છે. દોઢ વર્ષનો પુત્ર માતા વિહોણો બનતા પરીવારમાં શોક વ્યાપી ગયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here