રાજકોટ તા.૨૬
શહેરના જામનગર રોડ પર શેઠ નગર ની બાજુમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા અશ્વિનીબેન વિશાલભાઈ વાઘ (ઉં.વ.૨૩)નામની વાણંદ પરિણીતાએ આજે સવારે નવેક વાગ્યે પોતાના ઘરે રૂમના પંખા માં ચુંદડી બાંધીને ગળે ફાંસો ખાઈ લેતા અરેરાટી મચી જવા પામી હતી. બનાવ અંગે ૧૦૮ને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી મહિલાને મૃત જાહેર કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ દોડી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
પરિવારજનોની પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીત અશ્વિનીબેન મૂળ મહારાષ્ટ્રના છે. પતિ વિશાલ ભાઈ પ્રાઇવેટ નોકરી કરે છે. અને લગ્ન થયાને ત્રણ વર્ષ જેટલો સમય થયો છે સંતાન નથી.પતિના પરસ્ત્રી સાથેના આડા સંબંધ મુદ્દે આજે સવારે પતિ વિશાલ વાઘ સાથે ઝઘડો થતાં પગલું ભરી લીધું હોવાનો સામે આવ્યું છે આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.